મજૂરા ગેટની આઇટીસી બિલ્ડીંગની બુક્સ કંપનીનો વિવાદ: સગા ભાઇ અને ભત્રીજાએ બોગસ લખાણથી શેર પચાવી હક્ક-હિસ્સો ડુબાડી દીધો

– 1992 માં પિતાએ પ્રા. લિ. કંપની શરૂ કરી, 15000 શેર પરિવારના નામે હતા, 9000 શેર મોટાભાઇએ પુત્રના નામે કરી દીધા

સુરત
મજુરા ગેટના આઇટીસી બિલ્ડીંગમાં આવેલી નેમલક્ષ્મી બુક્સ (ઇન્ડિયા) પ્રા. લિ. 15,000 પૈકી 9000 શેર બોગસ લખાણ અને સહી વડે પોતાના નામે ટ્રાન્સફર કરી લઇ હક્ક-હિસ્સો ડુબાડનાર સગા ભાઇ અને ભત્રીજા વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાય છે.
રીંગરોડ મજૂરા ગેટ સ્થિત આઇટીસી (ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર) બિલ્ડીંગમાં ઓફિસ નં. 602 માં આવેલી નેમલક્ષ્મી બુક્સ (ઇન્ડિયા) પ્રા. લિ. ના ડાયરેક્ટર વિમલ જેસરાજ સેખાની (ઉ.વ. 58 રહે. 1, મેઘદુત સોસાયટી, અઠવાલાઇન્સ) એ તેમના ભાઇ લક્ષ્મીપત જેસરાજ સેખાની (રહે. 10/સી, અમર જ્યોતિ બિલ્ડીંગ, 10 બેલ્વેડીયર રોડ, અલીપુર, કોલકત્તા, પ. બંગાળ) અને ભત્રીજા પ્રતીક લક્ષ્મીપત સેખાની (રહે. બી/22, ડી.એલ.એફ. પાર્ક પેલેસ, સેક્ટર 54, ગોલ્ફ કોર્સ રોડ, ગુડગાંવ, હરિયાણા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. નેમલક્ષ્મી બુક્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમીટેડ કંપનીની સ્થાપના જેસરાજ સેખાનીએ વર્ષ 1992માં કરી હતી. કંપનીના કુલ શેર પૈકી 15000 શેર જેસરાજ સેખાનીના નામે હતા અને તેમણે આ શેર સરખે હિસ્સે તેમના બે પુત્ર વિમલ અને લક્ષ્મીપતને વહેંચણી કરી આપ્યા હતા અને કંપનીના ડાયરેક્ટર તરીકે નિમણુંક કરી હતી. પરંતુ જુલાઇ 2018માં લક્ષ્મીપત અને તેના પુત્ર પ્રતીકે વિમલ અને તેમના પુત્ર વિનીતનો કંપનીમાં હક્ક-હિસ્સો ડુબાડવા માટે બોગસ લખાણ તૈયાર કર્યુ અને તેના આધારે બોગસ સહી કરી 15000 શેર પૈકી 9000 શેર પ્રતીકના નામે અને 6000 શેર વિનીતના નામે કરી દીધા હતા. જેને પગલે બે ભાઇ વિમલ અને લક્ષ્મીપત વચ્ચે વિવાદ થતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો હતો. વિમલ સેખાનીએ તેમના સગા ભાઇ લક્ષ્મીપત અને ભત્રીજા પ્રતીક વિરૂધ્ધ અરજી કરી હતી. જેની તપાસના અંતે પોલીસે લક્ષ્મીપત અને તેના પુત્ર પ્રતીક વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બે ભાઇના પરિવાર વચ્ચે વિવાદ થતા કહ્યું ભુલથી ટ્રાન્સફર થઇ ગયા છે
પિતા દ્વારા શરૂ કરવામાં આવેલી નેમલક્ષ્મી બુક્સ (ઇન્ડિયા) પ્રા. લિ. કંપનીના 15000 શેર પૈકી 9000 શેર બોગસ લખાણ અને સહીની મદદથી પચાવી પાડનાર લક્ષ્મીપત સેખાની અને તેના ભાઇ વિમલ સેખાની વચ્ચે વિવાદ થયો હતો. જેને પગલે સગાસંબંધીઓએ દરમિયાનગીરી કરી હતી અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જેથી લક્ષ્મીપત અને તેના પુત્ર પ્રતીકે એવું કહ્યું હતું કે ભૂલથી શેર ટ્રાન્સફર થઇ ગયા છે. જો કે પોલીસની તપાસમાં સ્પષ્ટ ગુનાહિત બદઇરાદો હોવાનું જણાય આવતા ફરિયાદ નોંધી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s