કાપડ માર્કેટમાં સક્રિય ચીટર ગેંગે 3 વર્ષમાં વિવર્સના રૃા. 200 કરોડથી વધુ હડપ કર્યા

-કાપડ માર્કેટ
ઉપરાંત માર્કેટ પાસેની શેરીઓમાં ચીટર ટોળકી ભાડાની દુકાનો રાખી દલાલો મારફત ઠગાઇ કરે
છે

        સુરત

કાપડ બજારમાં  ચીટર ટોળકી હજુ પણ ખૂબ જ સક્રિય છે અને જુદાં જુદાં
નામે ધંધો ચાલુ રાખીને બ્રોકરની મદદથી વિવરને નાણાં નહિ ચૂકવીને છેતરપિંડી કરી રહી
છે. છેલ્લાં 3 વર્ષ દરમિયાન વિવરની અંદાજે રુ. 200 કરોડથી વધુની રકમ આ ચીટર ટોળકી દબાવીને
બેઠી છે.

માર્કેટ કે જુદા જુદા લોકો સરનામે
માલ મંગાવીને બદમાશો નાણાં ચૂકવવા માટે મુદતો પાડતી રહે છે અને બાદમાં પછી ફરાર થઈ
જવાની મોડ્સ ઓપરેન્ડી અજમાવે છે. બહુધા કિસ્સાઓમાં આવું બનતું હોય છે. જ્યારે કેટલાંક
રીઢા વેપારીઓ તો કામકાજ ચાલુ રાખીને પણ નાણાં ચૂકવતાં નથી.

સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું કે વિવર
મિત્રો પાસેથી ચીટર ગેંગ અને ફસાયેલા નાણાં વિશેની માહિતી એકત્રિત કરવામાં આવ્યાં પછી
યાદી ખૂબ જ મોટી બની છે. આ યાદીમાં ભોગ બનેલા કારખાનેદારોની રુ. ૨૦૦ કરોડથી વધુની રકમ
સલવાઇ છે, જે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી મળી નથી.

કાપડ બજાર વિસ્તારની જુદી-જુદી માર્કેટો
ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓ અને માર્કેટ આસપાસની જુદી જુદી શેરીઓમાં પણ મકાન ભાડે
લઈને આ ચીટર ટોળકીઓ કામકાજ કરતી હોવાનું જણાયું છે. વિવર્સને છેતરવા માટે ચીટર ટોળકી
દલાલોનો ઉપયોગ કરે છે. જોકે, આવા દલાલોની યાદી પણ છેતરાયેલા વિવર્સે ફોગવાને આપી હતી..

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s