સુરત: કાપડ વેપારીના પુત્રને ચરસ સપ્લાય કરનાર ત્રણ હિમાચલથી ઝડપાયા


– ભટાર નહેર પાસેથી વેપારી પુત્ર અને પેડલરને 488 ગ્રામ ચરસ સાથે ઝડપાયા હતા, હિમાચલથી ડ્રગ સપ્લાય કરનાર વૃધ્ધ સહિતને સુરત લઇ આવી

સુરત,1 ઓક્ટોબર 2021,શુક્રવાર

ભટાર રોડ રૂપાલી નહેર પાસેથી 488 ગ્રામ ચરસના જથ્થા સાથે કાપડ વેપારીના પુત્ર અને હિમાચલ પ્રદેશના ડ્રગ પેડલરને ઝડપી પાડવાના પ્રકરણમાં ખટોદરા પોલીસે હિમાચલના ત્રણ ડ્રગ સપ્લાયરને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે.

સુરત એસઓજીએ ભટાર રોડ રૂપાલી નહેર નજીક મંગલમ ફ્લેટ્સની સામે પટેલ ઓપ્ટીકલ નજીક વોચ ગોઠવી મોપેડ નં. જીજે-5 એફએ-9952 ના ચાલક રાહુલ બાંસુકીનાથ બંકા (ઉ.વ. 32 રહે. એ 25 સ્વામી ગુણાતીતનગર સોસાયટી, રૂપાલી નહેર, ભટાર) અને હુકમરામ નરોત્તમ (ઉ.વ. 47 રહે. ઢીંગલી ગામ, તા. બાલીચોકી, જિ. ભંડી, હિમાચલ પ્રદેશ) ને ઝડપી પાડી 488 ગ્રામ ચરસનો જથ્થો કિંમત રૂ. 2.44 લાખ કુલ રૂ. 3.06 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ પ્રકરણમાં ખટોદરા પોલીસે હિમાચલ પ્રદેશ ખાતેથી રૂપલાલ ગુરવક્ષ ભારદ્વાજ (ઉ.વ. 64 રહે. ચલાલ, થાના. મનીકરણ, જિ. કુલ્લુ, હિમાચલ પ્રદેશ), પીરસીંગ લાલદાળ ચૌહાણ (ઉ.વ. 42 રહે. થાથી, થાના. બાલા ચૌકી, જિ. સિમલા, હિમાચલ પ્રદેશ) અને મોતીરામ રવારૂ ચૌહાણ (ઉ.વ. 58 રહે. જબ્બલ, થાના. ચીરગાંવ, જિ. સિમલા, હિમાચલ પ્રદેશ) ને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s