સુરતમાં મચ્છરજન્ય રોગ વકર્યો : તાવને લીધે રાંદેરના યુવાનનું મોત

– સિવિલમાં સપ્ટેમ્બર માસમાં 140 ડેન્ગ્યુ, 115 મલેરિયા, 264 તાવ અને 62
ગેસ્ટ્રોનાં દર્દી સારવાર અર્થે આવ્યા

        સુરત :

 સુરતમા ચોમાસાની તુમાં ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો જોવા મળે છે. તેવા સમયે તાવમાં
સપડાયા બાદ રાંદેરના યુવાનનું મોત નીપજ્યું હતું. આ સાથે નવી સિવિલમાં સપ્ટેમ્બર
માસમાં
140 ડેન્ગ્યુ, 115 મલેરિયા,
264 તાવ અને 62 ગેસ્ટ્રો મળી કુલ 581 દર્દી સારવાર અર્થે આવ્યા હતા.

<

p class=”12News”>  નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશના
કાનપુરનો વતની અને હાલમાં રાંદેરના અડાજણ પાટીયા ખાતે ધનમોરા કોમ્પ્લેક્ષ પાસે
ગાંધીનગર સોસાયટીમાં રહેતો
25 વર્ષીય તાહરસીંગ જાગેશ્વર પાલને એક-બે દિવસથી તાવ આવતો હતો. બાદમાં
તેને  પેટમાં દુઃખાવો શરૃ થયો હોવાથી  ગત રોજ સારવાર અર્થે નવી સિવિલમાં ખસેડાયો
હતો.જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સુરત શહેરમાં પાણીજન્ય અને
મચ્છરજન્ય રોગો ધીરે-ધીરે વકરી રહ્યા છે. 
સપ્ટેમ્બર માસમાં
140 ડેન્ગ્યુ, 35 મલેરિયા, 162 તાવ અને 34
ગેસ્ટ્રો મળી કુલ
581 દર્દી સારવાર અર્થે નવી સિવિલ
હોસ્પિટલમાં આવ્યા હતા . આ સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં સપડાતા ઘણા વ્યક્તિઓ  સ્મીમેર હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલ અને
દવાખાનાઓમાં સારવાર લઇ રહ્યા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s