વાપી કોર્ટમાં મહિલા જજ પર ચોરીના આરોપીએ ચપ્પલ ફેંકી ધમકી આપી

ત્રણ વર્ષથી નવસારી જેલમાં રખાયેલા છીબુ ઉર્ફે અબ્બાસ સૈયદે
તને જોઇ લઇશ કહી ધમકી સાથે ગાળો પણ આપી


મહિલા જજ સાથે ગેરવર્તૂણુક, બિભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકીને પગલે કોર્ટ સંકુલમાં ખળભળાટ

વાપી

વા૫ી હાઈવે પર આવેલી કોર્ટ રૃમમાં ગઈકાલે બુધવારે ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી
જેલવાસ ભોગવતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ મહિલા જજ પર ચપ્પલ ફેંકતા કોર્ટ સંકુલમાં ભારે
ખળભળાટ સાથે ચકચાર મચી ગઈ હતી. આરોપીએ કોર્ટની કામગીરીમાં અવરોધ ઉભો કરી જજ સામે
અશબ્દ ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો
દાખલ કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપી હાઈવે પર આવેલી કોર્ટ સંકુલમાં
પ્રિન્સીપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ગઈકાલે
બુધવારે પ્રોસિડીંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બપોરના સમય દરમિયાન વાપી ટાઉનના
ચોરીના ગુનામાં પકડાયેલા અને ૩ વર્ષથી નવસારી સબ જેલમાં જેલવાસ ભોગવી રહેલા આરોપી
છીબુ ઉર્ફે અબ્બાસ મુખ્તાર સૈયદ અને ઐજુલ ઉર્ફે મોહંમદ લાલુ મોહંમદ હકીમ શેખને
પોલીસ જાપ્તા સાથે કોર્ટ રૃમમાં જજ સમક્ષ હાજર કરાયા હતા. કોર્ટ સમક્ષ આરોપીની
હાજરીની નોંધ કરી મહિલા જજે આરોપીને પરત જયુડીશિયલ કસ્ટડીમાં મોકલવા જણાવ્યું
હતું.

<

p class=”MsoNormal” style=”margin:.05pt;text-align:justify;text-indent:14.2pt;line-height:12.1pt;”>જો કે બે પૈકી છીબુ ઉર્ફે અબ્બાસે કોર્ટ રૃમમાં જ ઉશ્કેરાઈ જઈ મહિલા જજ સામે
ચપ્પલ ફેકી બિભત્સ ગાળો બોલી કામગીરીમાં અડચણ ઉભી કરી તને જોઈ લઈશ એમ કહી જાનથી
મારી નાંખવાની ધમકી આપી હતી. કોર્ટ રૃમમાં મહિલા જજ સાથે કરાયેલા ગંભીર કૃત્યને લઈ
કોર્ટ સંકુલમાં ભારે ખળભળાટ સાથે ચકચાર મચી ગઈ હતી. જો કે તુરંત જ પોલીસ દોડી જઈ
આરોપી છીબુને પકડી પાડયો હતો. વાપી કોર્ટમાં સૌપ્રથમવાર આ પ્રકારની ઘટના બનતા ટોપ ઓફ
ધ ટાઉન બની હતી. કોર્ટના રજીસ્ટ્રાર ભારતીબેન પટેલે આ ઘટના અંગે વાપી ટાઉન
પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s