પશુને નિભાવવા અને રાખવાની વ્યવસ્થા હોય તેઓ જ પશુ પાળી શકશે


રખડતા
ઢોરનો ત્રાસ દુર કરવા આરએફઆઈડી ટેગ ફરજિયાતઃ ઢોર પકડાશે તો આકરો દંડ વસુલાશે

જો રાજકીય દખલગીરી ન થાય અને નવી નીતિનો
કડકપણે અમલ થાય તો શહેરમાં રખડતા ઢોર જોવા નહી મળે

        સુરત,

સુરત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ
દુર કરવા માટે પાલિકા તંત્રએ નવી નીતિ આજે જાહેર કરી છે. આ નવી નીતિમાં તમામ પશુઓને
આર.એફ.આઈ.ડી. (રેડિયો ફિકવન્સી આઈડન્ટીફીકેશન ડિવાઈસ)ની ટેકનોલોજીનો ઉપયોગ કરવા સાથે
જો ઢોર રખડતા દેખાઈ તો આકરા દંડ અને વધુ વખત ઝડપાઈ તો કાયમી ધોરણે જપ્ત કરવાની નીતિને
મંજુરી આપવામાં આવી છે.

સ્થાયી સમિતિએ રખડતા ઢોરની સમસ્યા
દુર કરવા માટે આજે નવી પોલીસી જાહેર કરી છે. પરેશ પટેલે જણાવ્યું હતું, સુરત શહેરમાં
રખડતા ઢોરની સમસ્યા દુર કરવા બનેલી નવી પોલીસી અંતર્ગત સૌથી પહેલાં ઢોર રખડતા પકડાય
તેના માટે હયાત દંડ છે તેમાં વધારો કરાયો છે. રખડતું ઢોર પહેલી વાર પકડાય તો રૃા.500
દંડ હતો તે વધારી રૃા.750કરાયો છે. બીજી અને ત્રીજીવાર પકડાય તો રૃા.1500થી લઇ રૃા.4000
સુધી દંડ વસુલાશે.

ઉપરાંત શહેરમાં તમામ ઢોરને આર.એફ.આઈ.ડી.
(રેડિયો ફિકવન્સી આઈડન્ટીફીકેશન ડિવાઈસ) ટેગ ફરિજયાત કરાશે. આ એક ચીપ છે જે પશુના શરીરમાં
ફીટ કરાશે જેને પશુપાલકો કાઢી શકશે નહી. ટેગને લીધે ઢોર કેટલીવાર પકડાયા તે જાણી શકાશે.
હાલમાં કાન પર ટેગ લગાવાય છે જે પશુપાલકો કાઢી નાંખતા હોવાથી ડેટા મળતા નથી. પકડાયેલા
પશુ રાખવા માટે ગોટાવાડીમાં 150 અને ભેસ્તાનમાં 350 ઢોરની ક્ષમતા મ્યુનિ. પાસે છે.
જુદા-જુદા ઝોનમાં વધુ બે ઢોર ડબ્બા બનાવવા અને વધુ કર્મચારીઓની પાર્ટી બનાવાશે.

આ નવી નીતિનો કડકાઇથી અમલ થશે અને
રાજકીય દખલગીરી નહી થાય તો સુરતમાં રખડતા ઢોરની સમસ્યામાં ઘટાડો થશે.

સુરતમાં ઢોરની સંખ્યા 50 હજાર, નોંધાયા
છે માત્ર 25 હજાર

        સુરત,

<

p class=”12News” style=”text-align:justify;”>સુરત મ્યુનિ. વિસ્તારમાં રખડતા
ઢોરની સમસ્યાનું સૌથી મોટું કારણ ઢોરની નોંધણી છે.  હાલ સુરત મ્યુનિ. વિસ્તારમાં પચાસ હજારથી વધુ ઢોર
હોવાનો અંદાજ છે પરંતુ પાલિકાના ચોપડે માંડ 25 હજાર પશુઓનું જ રજીસ્ટ્રેશન થયેલું છે.
જેટલા પશુ છે તે બધાની નોંધણી થતી નથી જેથી ચોકકસ આંકડો મળી શકતો નથી. ડિજિટલ ટેગ લગાડાયા
બાદ પશુઓનો ચોક્કસ આંકડો મળે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s