તક્ષશિલા આર્કેડ આગકાંડના આરોપીઓ સામેનો કેસ ઝડપથી ચલાવવા માંગણી


સુરત

આરોપી બિલ્ડર્સ, ટયુશન ક્લાસીસ સંચાલક અન્ડર ટ્રાયલ કેદી હોય એક સાક્ષીને બદલે રોજે કેસ ચલાવી વધુ સાક્ષી તપાસવા સરકારપક્ષની માંગ

સુરતના
ચકચારી તક્ષશિલા આર્કેડ આગ કાંડમાં સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસામાં સંડોવાયેલા
આરોપીઓ વિરુધ્ધના કેસમાં આજે વધુ એક તબીબની સરતપાસ તથા ઉલટ તપાસ પુરી થવા સાથે આ કેસની
સ્પીડી ટ્રાયલ ચલાવવા સરકારપક્ષે માંગ કરી છે.જેથી આરોપીઓના બચાવપક્ષે જવાબ ફાઈલ કરવા
મુદત માંગતા કોર્ટે વધુ સુનાવણી આગામી તા.12મી ઓક્ટોબર સુધી મુલત્વી રાખી છે.

બે વર્ષ
પહેલાં મે-2019ના દરમિયાન 22જેટલા માસુમ વિદ્યાર્થીઓનો ભોગ લેનાર સુરતના
બહુચર્ચિત એવા તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડમાં સુરત ક્રાઈમ બ્રાંચે ગુનાઈત બેદરકારી
દાખવી સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા અંગે બિલ્ડર
,સુરત મહાનગર પાલિકા, ફાયર
વિભાગ
, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સહિત કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. સુરતની સ્થાનિક અદાલતથી માંડીને
સુપ્રિમ કોર્ટ સુધી આરોપીઓ અને ભોગ બનનાર વાલીઓ વચ્ચે લાંબા સમયથી ચાલતાં કાનુની
જંગ બાદ  આ કેસના આરોપીઓ વિરુધ્ધની ન્યાયિક
કાર્યવાહીનો પ્રારંભ થવા પામ્યો છે. આ ગોઝારી ઘટનાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની
લાશનું પોસ્ટમોર્ટમ કરનાર સ્મીમેર હોસ્પિટલના તબીબ સાક્ષીઓની તબક્કાવાર જુબાની હાથ
ધરવામાં આવી રહી છે. આજે વધુ એક તબીબ સાક્ષીની સરતપાસ તથા ઉલટ તપાસ પુરી કરવામાં
આવી છે.

અલબત્ત
આજે સરકારપક્ષે ખાસ નિયુક્ત સરકારી વકીલ પી.એન.પરમાર તથા ભોગ બનનાર બાળકોના વાલીઓ
તરફે પિયુષ માંગુકીયા દ્વારા આ કેસની સ્પીડી ટ્રાયલ ચલાવવા અરજી કરી છે.જે મુજબ આ
કેસના કેટલાક આરોપીઓ કાચા કામના કેદી તરીકે લાજપોર સેન્ટ્રલ જેલની કસ્ટડીમાં
છે.જેથી સ્પીડી ટ્રાયલ  ફરિયાદી તથા
આરોપીઓનો સમાન અધિકાર છે.જેથી આ કેસની રોજે રોજ કેસ કાર્યવાહી ચલાવવા માટે
સરકારપક્ષે તૈયારી દાખવી છે.સરકારપક્ષે આ કેસની સ્પીડી ટ્રાયલ માટે દરેક  મુદતમાં એકથી વધુ સાક્ષીઓને બોલાવીને કેસ ઝડપી
ચલાવવાથી ન્યાયનો હેતુ જળવાઈ રહે તેમ હોવાનું જણાવ્યું છે.જેથી આરોપીઓના બચાવપક્ષે
આ સરકારપક્ષની અરજીના અભ્યાસ માટે તથા જવાબ ફાઈલ કરવા માટે મુદત માંગતા કોર્ટે વધુ
સુનાવણી આગામી તા.12મી ઓક્ટોબરના રોજ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

લલ
તક્ષશિલા આર્કેડ આગકાંડના આરોપી બિલ્ડર્સને હાઈકોર્ટના જામીન સામે સુપ્રિમમાં આજે
સુનાવણી

       સુરત

તક્ષશિલા આર્કેડ આગ કાંડમાં આરોપી બિલ્ડર્સ સવજીભાઈ પાઘડાળ
તથા રવિન્દ્ર કહારને રૃ.25 લાખ વળતર ચુકવવાના નિર્દેશ સાથે શરતી જામીન આપતા
ચુકાદાથી નારાજ થઈ ભોગ બનનાર બાળકોના વાલીઓએ તેની કાયદેસરતાને સર્વોચ્ચ અદાલતમાં
પડકારી છે. તક્ષશિલા આર્કેડ આગ હોનારતમાં જાન ગુમાવનાર બાળકોના વાલીઓએ આરોપીઓના
જામીનને રદ કરવા કરેલી અપીલ સંદર્ભે ગત જુલાઈ-2021ના રોજ સુપ્રિમ કોર્ટે આરોપીઓને
નોટીસ ફટકારીને સમન્યાયના સિધ્ધાંત હેઠળ અન્ય આરોપીઓ દ્વારા દાવો ન કરવાનો નિર્દેશ
આપ્યો હતો.જેની સુનાવણી આવતી કાલે સુપ્રિમ કોર્ટમાં હાથ ધરવામાં આવશે
.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s