ધોરણ-7ની 12 વર્ષીય બાળાની સાયન્સ ટીચર દ્વારા એક મહિનાથી ચાલુ ક્લાસમાં છેડતી

– કાપોદ્રા અશ્વનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના 23 વર્ષીય શિક્ષકની હરકતોને લીધે કિશોરી સ્કૂલે જતા ગભરાતી હતી

સુરત, : સુરતના કાપોદ્રા અશ્વનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના ધો.7 માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરીની છેલ્લા એક મહિનાથી ચાલુ ક્લાસે છેડતી કરતા વિજ્ઞાન શિક્ષકની કાપોદ્રા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં અશ્વનીકુમાર રોડ ખાતે રહેતા પરિવારની 12 વર્ષીય પુત્રી નેહા ( નામ બદલ્યું છે ) કાપોદ્રા અશ્વનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના ધો.7 માં અભ્યાસ કરે છે. એક મહિના અગાઉ સ્કૂલેથી બપોરે ઘરે પરત ફરેલી નેહાએ તેની દાદીને કહ્યું હતું કે તેની સ્કૂલમાં વિજ્ઞાન ભણાવતા સર નિરવ વૈષ્ણવ ચાલુ ક્લાસે તેની છાતીના ભાગે, સાથળ પર અને પાછળના ભાગે હાથ ફેરવે છે. દાદીને લાગ્યું હતું કે નેહા સ્કૂલે નહીં જવાના બહાના કાઢે છે. આથી તેમણે વાત ધ્યાને લીધી નહોતી. જોકે, ત્યાર બાદ પણ નેહા તેના સરની ફરિયાદ કરતી હોય દાદીએ બીજા દિવસે સ્કૂલમાં આવી મેડમને વાત કરવા કહ્યું હતું. પણ તે સમયે નેહાએ મેડમને વાત નહીં કરવા અને હવે પછી સર આવું કરશે તો તમને કહીશ તેમ કહ્યું હતું.

બે દિવસ બાદ દાદી તેમના દિયરના શ્રાદ્ધ નિમિતે વતન ગયા હતા. દરમિયાન, ગતરોજ નેહાના પિતાએ તેમને ફોન કરી જાણ કરી હતી કે નેહા સ્કૂલે જવાની ના પાડતી હોય તેને પૂછ્યું તો સર છેડતી કરે છે તેવી વાત કરે છે અને તેની જાણ દાદીને કરી છે તેમ પણ કહે છે. આથી દાદીએ આજરોજ સુરત આવી નેહાને પૂછ્યું તો ગતરોજ પણ નિરવ સરે ફરી ગંદી હરકત કરી હતી તેમ કહ્યું હતું. આથી દાદી નેહા અને તેના પિતા સાથે સ્કૂલે પહોંચ્યા તો સર સ્કૂલે આવ્યા જ નહોતા. પ્રિન્સીપાલે પણ સરનો તેમ કહી બચાવ કર્યો હતો કે તેને અમે કાઢી મુક્યો છે. આથી દાદીએ બનાવ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી શિક્ષક નિરવ વૈષ્ણવ ( ઉ.વ.23 ) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s