સુરત: ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ ઓન લાઈન શિક્ષણથી કંટાળ્યા


– સમિતિની શાળાની વિદ્યાર્થીનીએ પત્ર લખીને ઓફ લાઈન શિક્ષણની ઈચ્છા દર્શાવી

– આ વિદ્યાર્થીનીનો પત્ર સ્કુલના ગ્રુપમાં વાઈરલ થતાં અન્ય વિદ્યાર્થીનીઓએ પત્ર લખી સ્કુલ શરૂ કરવાની માગ કરી 

સુરત,તા.29 સપ્ટેમ્બર 2021,બુધવાર

કોરોનાના કારણે છેલ્લા દોઢેક વર્ષથી ઠપ્પ થયેલું શિક્ષણ કાર્ય ધીમે ધીમે પાટે ચઢી રહ્યું છે. પરંતુ તકેદારીના ભાગરૃપે હજી પણ ધો. 1થી 5ના વર્ગ ઓફ લાઈન શરૂ થયાં નથી જેના કારણે હવે આ વર્ઘના વિદ્યાર્થીઓ ઓન લાઈન શિક્ષણથી ત્રાસી ગયાં છે. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ ઓફ લાઈન શિક્ષણ શરૂ થાય તેવી ઈચ્છા રાખી રહ્યાં છે. સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધો. 2માં અભ્યાસ કરતાં માત્ર આઠ વર્ષની એક વિદ્યાર્થીનીએ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખીને પત્ર લઈને સ્કુલમાં પહોંચી હતી. આ પત્ર વાઈરલ થતાં અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે સ્કુલને પત્ર લખી રહ્યાં છે. જ્યારે રાંદેર વિસ્તારની સ્કુલમાં વિદ્યાર્થીઓને ટીવી શોની જેમ ઓન લાઈન ક્વીઝ શરૂ કરી શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણ ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા તેના શિક્ષણના કારણે જાણીતી છે. આ સ્કુલમાં એડમીશન માટે વેઈટીંગ હોય છે અને અનેક શિક્ષકોના બાળકો પણ અહી જ અભ્યાસ કરે છે. આ શાળામાં ધો 2માં અભ્યાસ કરતી પવિત્ર શેલડીયા નામની વિદ્યાર્થીનીએ સ્કુલને એક પત્ર લખ્યો છે તેમાં રોજ ઓન લાઈન શિક્ષણ આપવામાં આવે છે તેમાં અભ્યાસ કરવામાં આવે છે પરંતુ હવે સ્કુલે આવાવનું ઘણું મન થાય છે તેમ કહીને આ વિદ્યાર્થીનીએ પ્રત્યક્ષ શિક્ષણની ઈચ્છા દર્શાવી હતી. શિક્ષણ સમિતિની અનેક સ્કુલોમાં ધો. સાતના કેટલાક વિદ્યાર્થીઓને વાંચવા લખવાની તકલીફ છે તેવામાં ધો. 2ની વિદ્યાર્થીનીએ પત્ર લેખન કરતાં શાળા આચાર્યએ આ વિદ્યાર્થીનીને ગાલ પર સ્ટાર દોરીને પ્રોત્સાહિત કરી હતી. શાળાના પ્રિન્સીપાલ દ્વારા આ પત્ર સ્કુલના સોશ્યલ મિડિયાના ગ્રુપમાં વાઈરલ કરતા અન્યિ વિદ્યાર્થીનીઓ પણ પત્ર લખી રહી છે. 

આ શાળામાં વિદ્યાર્થીનીઓએ પત્ર લખીને પ્રત્યક્ષ શિક્ષણની માગણી કરી છે ત્યારે રામનગર વિસ્તારમાં આવેલી સમિતિની સ્કુલમાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં કંટાળો ન આવે તે માટે ઓન લાઈન ક્વીઝ શરૂ કરવામાં આવી છે. ભગીની નિવેદિતા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા ક્વીઝ બનાવવામા આવી છે અને તેને શરૂ કરવામા આવી છે.  ટીવીમાં આવતા ગેમ શોની જેવી આ ક્વીઝ બનાવી હોવાથી ધો. 2ના વિદ્યાર્થીઓ આ ક્વીઝમાં ભાગ લઈ રહ્યાં છે. આમ શિક્ષણ સમિતિની સ્કુલોમાં ઓન લાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને કંટાળો ન આવે તે માટે શિક્ષકો જાત જાતના પ્રયોગ કરી રહ્યાં છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s