સુરત: ધોધમાર વરસાદ વચ્ચે પણ સફાઈકર્મી મહિલાઓએ સફાઈ કામગીરી કરી હતી

સુરત, તા. 29 સપ્ટેમ્બર 2021 બુધવાર

સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જોકે આ પરિસ્થિતિ વચ્ચે પણ જાહેર રસ્તાઓની સફાઈ કરનારા સફાઇકર્મીઓ રેઇનકોટ પહેરીને કામગીરી કરતા જોવા મળ્યા હતા.

શહેરમાં ગત સાંજ શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ખાસ કરીને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે . જો કે આ વચ્ચે ડુમસ વિસ્તારમાં સફાઇકર્મીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા જોવા મળી હતી. આ સફાઈકર્મીઓ રેઇનકોટ પહેરીને કામગીરી કરતા જોવા મળ્યા હતા. સાત થી આઠ મહિલાઓ રેઇનકોટ પહેરીને ડુમસના વિસ્તારોની સાફ સફાઈ કરતી નજરે પડી હતી. 

ધોધમાર વરસાદમાં પણ મહિલાઓએ તેમની કામગીરી કરી હતી .ડુમસ હરવા ફરવાનું સ્થળ છે. અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે અને ઘણીવાર કચરો જ્યાં-ત્યાં નાખી દેતા હોય છે તેથી આ જગ્યાની સાફ સફાઈ આ કર્મચારીઓ કરતા હોય છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હરવા ફરવા માટે આવેલા સહેલાણીઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા અને તેમના વખાણ કરવાનું ચુક્યા ન હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s