સુરતમાં પાંચ વાગ્યે અંધારુ, વિજળી તેજ લિસોટા સાથે બે કલાક મેગાની ધડબડાટી


– ઉધનામાં ૩ ઇંચ અન્ય ઝોનમાં બે ઇંચ સુધી વરસાદઃ બે કલાક માટે
શહેર બાનમાં મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઇ ગયા
, ચક્કાજામ થઇ ગયો

         સુરત

ચોમાસાની
ઋતુમાં પ્રથમ વખત મેઘરાજા સુરત શહેર પર કોપાયમાન બન્યા હોઇ તેમ મોડી સાંજે આખુ
શહેર અંધકારમાં લપેટાવાની સાથે બિહામણા દશ્યો વચ્ચે જે દેમાર વરસાદ ઝીંકાયો હતો.
તે વરસાદે બે કલાક સુધી આખા શહેરને બાનમાં લેતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી
ફરી વળવાની સાથે જયા હતા. ત્યાં જ અટકી ગયા હોઇ તેવો વરસાદ વરસ્યો હતો.

ગુલાબ
વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ આજે જોવા મળતા દિવસના સામાન્ય વરસાદ ઝીંકાયા બાદ
મોડી સાંજે મેઘરાજા ભારે આક્રમક બન્યા હતા. છ વાગ્યાના અરસામાં એકાએક શહેરમાં
અંધારપટ છવાયો હતો. અને વિજળીના તેજ લિસોટા પસાર થવાની સાથે બિહામણા દશ્યો વચ્ચે
દેમાર વરસાદ શરૃ થયો હતો. વરસાદ એવો તો વરસી રહ્યો હતો કે જે લોકો જયાં રોકાયા
હતા. ત્યાં જ રોકાઇ જવુ પડયુ હતુ.કેમકે બહાર નિકળતા રેઇનકોટ કે છત્રી હોય તો પણ
પલળાઇ જાય તેવો વરસાદ વરસી રહ્યો હતો. સાંજે છ થી આઠ વાગ્યાના બે કલાક જાણે સુરત
શહેર થંભી ગયુ હોઇ તેવો વરસાદ વરસતો હતો. આ બે કલાકમાં સૌથી વધુ ઉધનામાં વરસાદ
ઝીંકાયો હતો.

<

p class=”12News”>જયારે
સવારે આઠ વાગ્યાથી લઇને રાત્રીના આઠ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ઉધના ઝોનમાં ૩ ઇંચ
, અઠવા, સેન્ટ્રલ ઝોન, વરાછા એ, લિંબાયતમાં
બે ઇંચ
, વરાછા બી, કતારગામમાં ૧.૫ ઇંચ
અને રાંદેરમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s