પોલેન્ડના સફરજન ઇમ્પોર્ટ કરવા કોન્સલ જનરલનો અનુરોધ

.

-ભારતમાં સફરજન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડથી
આયાત થાય છેઃ પોલેન્ડમાં ટેક્સટાઇલ, જ્વેલરી બિઝનેસ પ્રમોટ કરવા રજૂઆત

સુરત,     

પોલેન્ડ
એ વિશ્વમાં સૌથી મોટું બીજા નંબરનું સફરજનનું ઉત્પાદન કરે છે. પરંતુ, ભારતમાં ઓસ્ટ્રેલિયા
અને ન્યુઝીલેન્ડથી સફરજન આયાત થાય છે. આથી પોલેન્ડથી પણ સફરજન આયાત થાય તે માટેના પ્રયાસ
કરવા પોલેન્ડના કોન્સલ જનરલ હીઝ એકસલન્સી મિ. દમીયન ઇરઝીકે અનુરોધ કર્યો હતો.

સુરત સહિત
ગુજરાતના ઉદ્યોગપતિઓને પોલેન્ડમાં મેન્યુફેકચરીંગ પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાની ઘણી સારી
તકો છે, એમ તેમણે ઉદ્યોગકારો સાથે યોજાયેલી એક મિટિંગમાં કહ્યું હતું. યુરોપિયન દેશોમાં
સૌથી ઓછો ઉત્પાદન ખર્ચ પોલેન્ડમાં થાય છે. આથી ફ્રાન્સ અને જર્મની સાથે સરળતાથી બિઝનેસ
કરી શકાશે

.

ભારત અને
પોલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર ઘણો ઓછો છે. વિશ્વભરમાં વાષક 500 બિલિયન યુએસ ડોલરનું
એકસપોર્ટ પોલેન્ડ કરે છે. જ્યારે ભારતમાં માત્ર 700 મિલિયન ડોલરનું જ એકસપોર્ટ થાય
છે. આથી પોલેન્ડથી ભારતમાં એકસપોર્ટ વધે તે દિશામાં પ્રયાસ કરવા તેમણે ચેમ્બરને અનુરોધ
કર્યો હતો

દક્ષિણ ગુજરાતના
ઉદ્યોગો અને પોલેન્ડની વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધારવા તથા ટેકસટાઇલ અને જ્વેલરીના બિઝનેસને
પોલેન્ડમાં પ્રમોટ કરવા માટે ચેમ્બર કોમર્સના પ્રમુખ આશિષ ગુજરાતીએ પોલેન્ડના કોન્સુલ
જનરલને રજૂઆત કરી હતી.

<

p class=”12News”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s