‘ગુલાબ’ આવી ગયું પણ ‘તાઉતે’થી શેરડીને નુક્સાનનું વળતર મળ્યું નથી

– સુરત
શહેર-જિલ્લામાં
2100 એકર જમીનમાં રોપેલી શેરડીની કાપણી શક્યતા ન બનતા ખેડૂતોને કરોડોનું નુક્સાન
થયું હતું

    સુરત

તાઉતે
વાવાઝોડાના કારણે સુરત જિલ્લાના ઓલપાડ-ચોર્યાસી તાલુકામાં
2100 એકર જમીનમાં
શેરડીની કાપણી નહીં થઇ શકતા ખેડુતોને કરોડો રૃપિયાનું નુકસાન થતા રાજય સરકારમાં
રજુઆત કર્યા બાદ ખાતરી આપ્યાને ચાર મહિના થયા છતા હજુ સુધી સર્વે પણ થયો નથી.

<

p class=”12News”> આજે ગુલાબ વાવાઝોડાની અસર વચ્ચે દેમાર વરસાદ
ઝીંકાતા જ ખેડુતોને તાઉટે વાવાઝોડાની યાદ આવી ગઇ હતી. સુરત જિલ્લામાં ચાર મહિના
અગાઉ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ખેડુતોને ભારે નુકસાન થયુ હતુ. તો ઓલપાડ
અને ચોર્યાસી તાલુકામાં શેરડીનો પાક તૈયાર ઉભા હોવા છતા મજુરોના અભાવે અને  ખેતરમાં ટ્રકો જઇ નહીં શકતા કાપણી અટકી ગઇ હતી.
જેમાં ઓલપાડ-ચોર્યાસી તાલુકાના ગોથાણ
,
છાપરાભાઠા, શેરડી, જીણોદ,
સહિતના દસ થી વધુ ગામોમાં ૨૧૦૦ એકર જમીનમાં શેરડીની કાપણી નહીં થતા
ખેડુતોને નુકસાન થયુ હતુ. આ નુકસાન અંગે ખેડુતોએ રજુઆત કરતા વળતર આપવાની વાતો થઇ
હતી.ખેડુતોએ આક્ષેપ કર્યા હતા કે સાયણ સુગર ફેકટરીમાં જયારે બેઠક મળી હતી. ત્યારે
ભાજપના ઉચ્ચ નેતાઓ હાજર હતા. અને તેમણે ખાતરી આપી હતી કે ખેડુતોને વળતર
અપાવીશુ.પરંતુ આજદિન સુધી સર્વે પણ થયો નથી. અને વળતર પણ ચૂકવાયુ નથી. ઉલ્ટાનું
સુગર ફેકટરીઓએ ખેડુતોને વળતર ચૂકવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. હવે કૃષિમંત્રી
બનેલા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ વળતર અપાશે તેવી ખેડૂતોને આશા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s