સુરત: કોરોનાના કારણે શેરી ગરબા ફરી જીવંત થશે..પરંપરાગત ગરબા રમતા લોકો એ જણાવી પોતાની ખુશી

સુરત,તા.28 સપ્ટેમ્બર 2021,મંગળવાર

કોરોનાના કારણે આ વર્ષે સરકારે શેરી ગરબાને પરમિશન આપી છે. શેરી ગરબાની પરમિશનના કારણે ખેલૈયાઓ તો ખુશ જ છે, પરંતુ જે લોકો વર્ષોથી પરંપરાગત ગરબા રમે છે તેઓ વધુ ખુશ છે. તેઓના મતે શેરી ગરબાને પરમિશન આપવાના કારણે હવે ફરી એકવાર શેરીઓ પરંપરાગત ગરબાઓ થી ગુંજી ઉઠશે.

આ વર્ષે ભલે કોરોનાના કેસો ઓછા થઈ ગયા હોય પરંતુ સાવચેતીના પગલાંના ભાગે સરકારે નવરાત્રીના કોમર્શિયલ અને ખાનગી આયોજનો પર પ્રતિબંધ મૂક્યો છે. તેની સામે શેરી ગરબાને પરમિશન આપી છે. જેની સૌથી વધુ ખુશી પરંપરાગત ગરબા રમતા અને વયોવૃદ્ધ લોકોમાં જોવા મળી છે. ખાસ કરીને સુરતના કોટવિસ્તારમાં અને વરાછામાં શેરી ગરબા વધુ રમાય છે. અને મોટાભાગે ગૃહિણીને શેરી ગરબાની છૂટ મળતા વધુ ખુશી થઈ છે. મીના બેન પટેલ કહે છે કે “અમારા ઘરના બાળકો મોટાભાગે પાર્ટી પ્લોટમાં રમવા જતા હતા. જ્યારથી કોમર્શિયલ આયોજનો શરૂ થયા ત્યારથી શેરી ગરબા ખૂબ ઓછા થઈ ગયા છે. અને શેરીઓમાં રમનારા લોકો પણ જોવા મળતા ના હતા. અમારા જેવી ગૃહિણીઓએ તો ઘણું મુશ્કેલ થઈ જતું.કારણકે અમે પાર્ટી પ્લોટ માં રમવા પણ જઈ શકતા ના હતા.તેથી અમારા માટે તો સારું જ છે.અમેં પહેલા ની માફક રમી શકીશું.

બીજી તરફ 60 વર્ષીય કમલેશભાઈ કહે છે કે અને ગરબા રમવાનો ખૂબ જ શોખ છે પરંતુ શેરીઓમાં બે તાળી કે ત્રણ તાળી ના ગરબા રમાતા બંધ થઈ ગયા હતા.પરંતુ હવે શેરી ગરબાની પરમિશન મળતા ફરી એકવારએ રોનક પાછી આવશે. અને લોકો બે તાળી ત્રણ તાળી રમતા જોવા મળશે. ફરી પરંપરાગત ગરબાઓ જીવંત થઈ ઉઠશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s