ભારત બંધની દક્ષિણ ગુજરાતમાં અસર નહી


-સુરતના કડોદરા, કામરેજ,
ઓલપાડમાં વિરોધ પ્રદર્શન, હાઇવે પર ટાયરો સળગાવ્યા

હાઇવે જામ કરવાનો પ્રયાસ કરાતા 45 આગેવાનો ડિટેઇન
કરાયા

-ખેડૂત સમાજ અને કોંગ્રેસના અગ્રણીઓને ઘરોમાં નજરકેદ કરાયા હતા

બારડોલી

ખેડૂતોએ
કૃષિ કાયદાના વિરોધમાં સોમવારે આપેલા ભારત બંધના એલાનની સુરત જિલ્લા સહિત દક્ષિણ
ગુજરાતમાં અસર જોવા મળી નહોતી.  જિલ્લાભરની
પોલીસે જિલ્લાના કોંગ્રેસના અને ખેડૂત સમાજના આગેવાનોના ઘરે પોલીસ મુકી દઈ નજરકેદ
કર્યા હતા. તો કડોદરા
,
કામરેજ અને ઓલપાડ ખાતે ખેડૂત આગેવાનો રોડ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન
કરતાં ૪૫ આગેવાનોને ડિટેઇન કરાયા હતા.


સંયુક્ત
કિસાન મોરચાએ કૃષિ વિરોધી ત્રણ કાયદાનો વિરોધ કરી સોમવારે ભારત બંધનું એલાન આપતા ગુજરાત
ખેડૂત સમાજ અને કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો હતો. સુરત જિલ્લામાં
સોમવારે વહેલી સવારે બારડોલી સહિત તમામ તાલુકામાં કોંગ્રેસ અને ખેડૂત સમાજના આગેવાનના
ઘરે પોલીસ મુકી દઈ તમામને નજરકેદ કરી દેવાયા હતા. જ્યારે ને.હા.નં.૪૮ પર કડોદરા ચાર
રસ્તા નજીક
, કામરેજ ચાર રસ્તા અને ઓલપાડ ખાતે ખેડૂત સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનોએ
રોડ ઉપર બેસી વિરોધ પ્રદર્શન કરતાં તમામને ડિટેઇન કરાયા હતા.


<

p class=”12News”>ઉભેળ ગામની
સીમમાં ને.હા.નં.૪૮ પર ખેડૂત સમાજના આગેવાન પરિમલ પટેલે કોંગ્રેસ આગેવાનો સાથે મળી
રોડ ઉપર બેસી ચક્કાજામનો પ્રયાસ કરતાં તમામને પોલીસ પકડી કામરેજ પોલીસ ચોકી લઇ ગઇ હતી.
કામરેજ ચાર રસ્તા ખાતે રાજકીય પક્ષના આગેવાનોએ ટાયરો સળગાવી ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન
કરતા તમામને ડિટેઇન કરાયા હતા. ઓલપાડમાં પણ પ્રદર્શન કરવા નીકળેલા ગુજરાત ખેડૂત સમાજના
પ્રમુખ જયેશ પટેલ(પાલ) સહિત આગેવાનોને પોલીસે ડિટેઇન કરી લીધા હતા. જિલ્લામાં બંધની
અસર ન જણાતાં દિવસ દરમિયાન જનજીવન સામાન્ય રહ્યું હતું. જ્યારે નવસારીમાં ખેડૂતોનો
કાર્યક્રમ નિષ્ફળ બનાવાયો હતો અને ૫૦થી વધુને ડિટેઇન કરાયા હત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s