પ્રોહીબીશનના કેસમાં સિવિલમાં સેમ્પલનું કામ સર્વન્ટને સોંપાતા વિવાદ

– તબીબી અધિક્ષકે બચાવમાં કહ્યું, સેમ્પલો
ડોકટરો લે છે
, સર્વન્ટ નહી પરિપત્ર પણ જારી કરાયો છે

    સુરત :

સુરતમાં
વિવિધ પોલીસ મથકમાંથી પ્રોહિબિશનના કેસમાં નવી સિવિલમાં લવાતા વ્યક્તિઓના સેમ્પલ લેવા
અંગે સર્વન્ટને કામગીરી કરવાનું કહેતા વિવાદ સર્જાયો હતો.

સુરતમાં
પ્રોહીબીશનના ગુનામાં આરોપીઓને પકડયા બાદ નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં દારુના
નશાના ચેકઅપ માટે લવાય છે. અહી સેમ્પલ લઇને એફએસએલમાં મોકલાય છે. નવાઇની વાત એ છે કે  નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં રવિવારની
મોડી રાત્રે રાતે પાંડેસરા
,
સચીન, અડાજણ, ડુમસ,
ઉમરા સહિતના પોલીસ મથક માંથી 30થી35 જેટલા લોકોને દારુ પીધો છે કે નહી તે તપાસ માટે  લવાયા હતા. તેમના સેમ્પલ લેવા સર્વન્ટ કહેવાયું
હતું. જોકે
, સર્વેન્ટે સેમ્પલ લેતા બરાબર આવડતું નથી તેમ કહેતા
તેને મદદ માટે અન્યોને મોકલીને સેમ્પલ લેવડાવાયા હોવાનું  સુત્રોએ કહ્યુ હતુ.  જેના લીધે ભારે વિવાદ સર્જાયો છે.


<

p class=”12News”> નોધનીય છે કે સિવિલમાં અગાઉ પણ આવું કરાયું
હોવાની ચર્ચા છે. જોકે
, સર્વન્ટને ડોકટરે ટ્રેનિંગ આપી હતી તેવો બચાવ કરાયો છે. જેને ટ્રેનિંગ
અપાઇ હતી તે વ્યક્તિ હાલમાં  હાજર ન હોવાથી
અન્યો પાસે કામ કરાવાયું હતું. તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે કહ્યુ કે પ્રોહીબીશનના
કેસમાં સેમ્પલો ડોકટરો લે છે
સર્વન્ટ નહી. કોઇ સર્વન્ટ 
સેમ્પલોનું પેર્કિગ કરે છે. આ અંગે પરિપત્ર જારી કરાયો છે કે
, તમામ મડીકલ ઓફિસ કે સિવિલના ઇમરજન્સી વિભાગમાં આવતા પ્રોહીબીશનના  દર્દીઓના સેમ્પલ પોતે જ લેવાના રહેશે અને
પોતાના સુપરવિઝન હેઠળ સીલ કરવાની કાર્યવાહી કરવાની રહેશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s