સુરત: ડભોલીમાં 7 પ્લોટધારકોને દસ્તાવેજ કરી નહીં આપી અન્યને જમીન વેચી નાખનાર કાકા-ભત્રીજાની ધરપકડ


– ડભોલીમાં 22 વર્ષ અગાઉ કરેલા પ્લોટીંગમાં પ્લોટ ખરીદનાર 7 પ્લોટધારકોને દસ્તાવેજ કરી નહીં આપી જમીનના ભાવ વધતા પ્લોટની જમીન પૈકીની જમીન અન્યને વેચી નાખનાર કાકા-ભત્રીજાની ધરપકડ

– કતારગામના આધેડ રત્નકલાકારે સિંગણપોર પોલીસ મથકમાં કુલ રૂ.5.70 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

સુરત,તા.27 સપ્ટેમ્બર 2021,સોમવાર

સુરતના ડભોલી ખાતે 22 વર્ષ અગાઉ કરેલા પ્લોટીંગમાં પ્લોટ ખરીદનાર 7 પ્લોટધારકોને દસ્તાવેજ કરી નહીં આપી જમીનના ભાવ વધતા પ્લોટની જમીન પૈકીની જમીન અન્યને વેચી નાખી છેતરપિંડી કરનાર કાકા-ભત્રીજાની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના વણોટ ગામના વતની અને સુરતમાં કતારગામ રોડ અનાથાશ્રમ પાસે હરી હરી સોસાયટી વિભાગ 2 ઘર નં.60 માં રહેતા 52 વર્ષીય રત્નકલાકાર ભરતભાઈ બાબુભાઈ ઘોડાદરાએ વર્ષ 1999 આમ ડભોલી સર્વે નં.92 માં અલગ અલગ સાઈઝના પ્લોટનું આયોજન કરનાર કાકા-ભત્રીજા રવજીભાઈ શંભુભાઈ રાદડીયા-અતુલ છગનભાઈ રાદડીયા પાસેથી પ્લોટ નં.52 રૂ.58 હજારમાં હપ્તેથી ખરીદ્યો હતો. બંનેએ જમીનના ટાઇટલ ક્લીયર કરી પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ દસ્તાવેજ કરી આપ્યો નહોતો અને રૂ.50 હજારના એક પ્લોટનો ભાવ વધીને રૂ.30 લાખ જેટલો થતા પ્લોટો પાડેલી જમીન પૈકીની જમીન અન્યને વેચી નાખી હતી. આ અંગે જાણ થતા ભરતભાઈએ પ્લોટનો દસ્તાવેજ કરી આપવા ફરી કહ્યું તો કાકા-ભત્રીજાએ હાલની કિંમત પ્રમાણે રકમ માંગી હતી.

કાકા-ભત્રીજાએ ભરતભાઈ ઉપરાંત અન્ય છ પ્લોટધારકો અરવિંદભાઈ ઠાકરશીભાઈ ઘોડાદરા, બાબુભાઈ દેવશીભાઇ રાવળ, ભાવેશભાઈ મગનભાઈ વરીયા, ગોરધનભાઈ વેલજીભાઈ ટાપણીયા, દિલીપભાઈ કાંતિભાઈ ધંધુકીયા અને પ્રવીણભાઈ વલ્લભભાઈ સરવૈયા પાસેથી પણ પ્લોટ બુકીંગના પૈસા લઈ દસ્તાવેજ નહીં કરી વધુ રકમની માંગણી કરી કુલ રૂ.5.70 લાખની છેતરપિંડી કરી હતી.આ અંગે ભરતભાઈએ 23 દિવસ અગાઉ કાકા-ભત્રીજા વિરુદ્ધ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.સિંગણપોર પોલીસે ગતરોજ 70 વર્ષીય રવજીભાઈ શંભુભાઈ રાદડીયા અને તેમના 38 વર્ષીય ભત્રીજા અતુલભાઈ છગનભાઈ રાદડીયા ( બંને રહે.63, કંતેશ્વર સોસાયટી, અનાથઆશ્રમ પાસે, કતારગામ, સુરત. મુળ રહે.દુધાળા, તા.લાઠી, જી.અમરેલી ) ની ધરપકડ કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s