સુરત જિલ્લા એલસીબી ચોકીમાં વાહન ચોરીના શકમંદ યુવાને ફાંસો ખાઇ લીધો

-સાયણના
મહેશ ઉર્ફે મચ્છર રાઠોડને લોકઅપની બહાર રાખ્યો હતો અને સ્ટાફ આમતેમ જતા ચાદરના ટુકડા
કરી ફાંસો
ખાધો

બારડોલી,

સુરત
જિલ્લાના કામરેજ તાલુકાના વલથાણ ગામે આવેલી એલસીબી પોલીસ ચોકીમાં વાહનચોરીમાં શકમંદ
સાયણના યુવાને લોકઅપની બહાર ચાદરના ટુકડા કરી લોકઅપની એંગલ સાથે બાંધી ગળે ફાંસો ખાઈ
લેતાં ચકચાર મચી છે. કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં
પેનલ પીએમની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જિલ્લા
એલસીબી પી.આઈ કે.વી. ચુડાસમાની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે શનિવારે ઓલપાડ તાલુકાના
સાયણ ગામે શુગર રોડ નહેર કોલોનીમાં રહેતા મહેશ ઉર્ફે મચ્છર રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૧)
ને બાઈક ચોરીની શંકાના આધારે એકટીવા સાથે પકડી લઈ વલથાણ એલસીબી ચોકી પર લાવી પુછપરછ
કરી હતી. પોલીસે મહેશ રાઠોડની ૪૧(૧)(ડી) મુજબ અટક કરી જરૃરી કાર્યવાહી કરી હતી અને
રાત્રે ૮ વાગ્યે મહેશ રાઠોડને એલસીબી ચોકીમાં લોકઅપની બહાર બેસાડયો હતો. એલસીબી ચોકીનો
સ્ટાફ થોડો આમ તેમ થતા મહેશે ચાદરના ટુકડા કરી લોકઅપના લોખંડની એંગલ સાથે બાંધી ગળે
ફાંસો ખાઇ લીધો હતો. થોડીવાર પછી સ્ટાફ પહોંચતા મહેશને તાત્કાલિક સારવાર માટે કામરેજ
સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી કામરેજ પોલીસને
જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ભાર્ગવ પંડયાએ
તપાસ હાથ ધરી છે. દરમિયાન રવિવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની પેનલથી પીએમની
કાર્યવાહી કરવામાં આવી હતી.

લાશ સ્વીકારવાના ઇન્કાર બાદ પોલીસે પરિવારની આક્ષેપવાળી અરજી
સ્વીકારતા અંતિમવિધિ કરાઇ

<

p class=”12News”>સુરત
જિલ્લા એલસીબીએ શંકાસ્પદ પકડેલા મહેશ રાઠોડે ચોકીમાં ગળે ફાંસો ખાઈ લેતાં પોલીસે સુરત
નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની પેનલથી પી.એમની કાર્યવાહી કરી હતી. બાદમાં મહેશ રાઠોડના
પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી તેને એકટીવા સાથે પકડી જનાર એલસીબીના હે.કો. હરસુ
અને વિક્રમ વિરૃધ્ધ આક્ષેપો કર્યા હતા. પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ મહેશના પરિવારની
આક્ષેપ વાળી અરજી પોલીસે સ્વીકારી લેતાં પરિવારજનોએ લાશ લઈ સાયણ ખાતે અંતિમવિધી કરી
હતી. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s