સુરત: ઇપીસીજી લાયસન્સ મેળવનારાઓમાં દિલ્હી અને મુંબઇ બાદ ત્રીજો નંબર સુરતનો આવે છે

સુરત,તા.27 સપ્ટેમ્બર 2021,સોમવાર

હવે બધી પ્રોસેસ ઓનલાઇન છે. માત્ર ૩ દિવસની અંદર એકસપોર્ટરોને ઇપીસીજી અને એડવાન્સ ઓથોરાઇઝેશન મળી જાય છે. માલને નિર્યાત કરતા પહેલાં એકસપોર્ટરોએ સપ્લાય અને ડિમાન્ડનો ડેટા જોવાનો રહે છે, એમ એડીશનલ ડીજીએફટી વિરેન્દ્ર સિંઘે કહ્યું હતું.

સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝી. એન્ડ કન્વેન્શન સેન્ટરમાં એકસપોર્ટ કોન્કલેવનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત નિકાસકારો અને ઉદ્યોગકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું, કે ભારતમાં ઇપીસીજી (એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ) લાયસન્સ મેળવનારાઓમાં દિલ્હી અને મુંબઇ બાદ ત્રીજો નંબર સુરતનો આવે છે. 

એસઇઝેડ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)માંથી 45 ટકાનો ગ્રોથ થઇ રહયો છે. જ્યારે ભારતમાં ઇન્ટરનેશનલ કક્ષાની જ્વેલરી બની રહી છે, ત્યારે એકસપોર્ટ સપ્લાય ચેઇન તરફ ખાસ ધ્યાન આપવું પડશે. વધુમાં તેમણે કહ્યું કે, કોવિડને કારણે કન્ટેનરની સમસ્યા વધી ગઇ છે અને તેના નિરાકરણ માટે પ્રયાસો ચાલી રહ્યાં છે.

કોવિડને કારણે ફોરેન ટ્રેડ પોલિસી 2020ની સમય મર્યાદા સપ્ટેમ્બર 2021 સુધી વધારી દીધી છે. આથી એકસપોર્ટ માટે પ્રોડકટની કવોલિટી ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. દેશમાંથી રૉ-મટિરિયલનું એકસપોર્ટ નહીં થવું જોઇએ અને કોઈપણ વસ્તુની વેલ્યુ એડેડ આઇટમ્સ એકસપોર્ટ કરવા માટે એકસપોર્ટરોને તેમણે અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s