પ્રેમસંબંધમાં ગુમસુમ રહેતા પુત્રને પિતાએ સમજાવતા માઠું લગાડી ગળે ફાંસો ખાધો


– સુરતમાં આપઘાતના પાંચ બનાવ 

– કતારગામમાં પત્ની સાથે રકઝક બાદ પતિનો, લાલ
દરવાજામાં બિમારીથી કંટાળી આધેડનો
, પાંડેસરામાં યુવતી અને
અમરોલીમાં યુવાનનો આપઘાત

   સુરત:

સુરતના  ડિંડોલી ખાતે પ્રેમ પ્રકરણના મુદ્દે યુવાન  સહિત શહેરના વિવિધ વિસ્તારમાં આપઘાતના પાંચ બનાવ
પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પ્રેમપ્રકરણમાં ગુમસુમ રહેતા પુક્ષને પિતાએ સમજાવતા
તેણે ફાંસો ખાઇ લીધો હતો. 

સ્મીમેર
હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડિંડોલી ખાતે રહેતો
22 વર્ષનો ધર્મેન્દ્ર પોનાડાએ શનિવારે બપોરે
ઘરે લોખંડના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. તે મૂળ આંધ્રપ્રદેશનો વતની હતો
અને ભટારની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. તેની માતા અને બહેન પ્રસંગ હોવાથી
વતન ગયા હતા. તે પિતા સાથે ઘરે હતો અને બે ત્રણ દિવસથી ગુમસુમ રહેતો હતો. નિયમિત ભોજન
કરતો ન હોવાથી પિતાએ પૂછતા ડીંડોલીની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું કહ્યુ હતુ. જેથી
પિતાએ યુવતીના પરિવાર સાથે વાતચીત કરી હતી અને ધર્મેન્દ્રને હાલમાં તમારી લગ્નની ઉંમર
નથી
, કામધંધા બાબતે ધ્યાન આપવું જોઇએ એવુ સમજાવતા તેને માઠું
લાગી આવતા આ પગલું ભર્યું હતુ. તેના પિતા પાંડેસરાની કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે
ફરજ બજાવે છે.

<

p class=”12News”> બીજા બનાવમાં કતારગામમાં કંતારેશ્વર મહાદેવ
મંદિર પાસે રહેતા
47 વર્ષના આશીષભાઇ પટેલવાળાએ શનિવારે બપોરે ઘરે છતના પંખા સાથે તાર બાંધી
ફાંસો ખાઇ લીધો હતો. પોલીસે કહ્યુ કે આશીષભાઇ પત્ની પર વહેમ રાખતા હોવાથી બંને
વચ્ચે રકઝક થતી હતી. ગઇ કાલે ફરી ઝઘડો થયા બાદ તે ઘરે ભોજન કરીને  રૃમમાં ગયા બાદ આ પગલુંભર્યું હતુ. તેમને
સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે ટેક્સટાઇલમાં દલાલી કરતા હતા. ત્રીજા
બનાવમાં લાલદરવાજા કાજીનીવાડી પાસે દેવરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા
54 વર્ષના પ્રમોદભાઇ જમનાદાસ ચૌહાણ તા.23મીએ રાત્રે
ચોકબજાર ગાંધીબાગ પાસે નેપાલી બજારમાં દવા પી ગયા હતા. બાદમાં પુત્રને ફોન કરીને
જાણ કરતા પુત્ર તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ ગયો હતો. ત્યાં ગત રાત્રે
તેમનું મોત થયુ હતુ. પ્રમોદભાઇ ટીબી સહિતની બિમારીથી પીડાતા હતા. બિમારીથી કટાંળી
જઇને તેમણે આ પગલુ ભર્યુ હતુ. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે ઘર
પાસે કપડા ઇસ્ત્રી કરવાની દુકાન ધરાવતા હતા. ચોથા બનાવમાં પાંડેસરામાં ગોવાલક રોડ
ગણપતનગરમાં રહેતી
25 વર્ષની રેનુ અખિલેશ ગૌતમે ગત રાત્રે ઘરે
દિવાલના સળિયા સાથે પ્લાસ્ટીકની પટ્ટી બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યુ કે
,
રેનુ મુળ ઉત્તરપ્રદેશની વતની હતી. તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા.
તેણે ભાણેજની નજર સામે કોઇ કારણસર ટેન્શનમાં આવી આ પગલુ ભર્યુ હતુ. તેના પતિ
લારીમાં મોબાઇલના કવરનું વેચાણ કરે છે. પાંચમાં બનાવમાં અમરોલીમાં શાંતિનીકિતેન
સોસાયટીમાં રહેતા
41 વર્ષીય રમેશભાઇ હિરજીભાઇ ભાલીયાએ  ઘરમાં પંખા સાથે લેસ પટ્ટી બાંધી ફાંસો ખાઇ
લીધો હતો. પોલીસે જણાવ્યુ કે ગઇ કાલે રાત્રે ગૃહ કંકાસ થયા બાદ તેણે આ પગલુ ભર્યુ
હતુ. તે વરાછા ખાતે સિક્યુરીટીગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s