કાપોદ્રામાં વેપારીના આપઘાતમાં સસરા, સાળા સહિત 4 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ


– સાળાની પત્ની સાથે વેપારીની ફોન પર થતી વાત પકડાઇ જતા સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા હતાઃ સ્યુસાઇડ નોટ આધારે ગુનો દાખલ

સુરત
કાપોદ્રાની મધુવન સોસાયટીમાં રહેતા સાડી વેપારીના આપઘાત પ્રકરણમાં સ્યુસાઇડ નોટના આધારે સમાજમાં બદનામ કરવાની અને મારી નાંખવાની ધમકી આપનાર સસરા, સાળા અને સાઢુભાઇ સહિત ચાર વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાય છે. વેપારી સાળાની પત્ની સાથે ફોન પર વાતચીત કરતા હોવાના મુદ્દે ધાક-ધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
કાપોદ્રા બુટભવાની રોડ સ્થિત મધુવન સોસાયટીમાં રહેતા અને ઘર નીચે સાડીની દુકાન ધરાવતા આશિષ મહેશ મહેતા (ઉ.વ. 34 મૂળ રહે. આંબા ગામ, તા. લીલીયા, જિ. અમરેલી) ના પિતાનું કોરોનામાં અવસાન થયું હતું અને 12 સપ્ટેમ્બરે પાંચમી માસિક પુણ્યતિથી હતી. પરંતુ 11 ઓગસ્ટે ભેદી સંજોગોમાં આશિષે દવા પી આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં પોલીસે આશિષના સસરા પ્રવિણ જીવાભાઇ બોરીસાગર (રહે. સાવરકુંડલા, જિ. અમરેલી), સાળા કેતન પ્રવિણ બોરીસાગર (રહે. રૂપસાગર સોસાયટી, એ.કે. રોડ, વરાછા), સાઢુભાઇ અલ્પેશ પરસોત્તમ તેરૈયા અને તેનો ભાઇ વિજય પરસોત્તમ તેરૈયા (બંને રહે. ચલાલા, જિ. અમરેલી) વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે આશિષ તેના સાળા કેતનની પત્ની જલ્પા સાથે ફોન પર વાતચીત કરી રહ્યો હતો. જેની જાણ સાળા કેતન સહિતના પરિવારના સભ્યોને જાણ થઇ હતી. જેથી આષિશની પત્ની કાજલ તેના પિયર સાવરકુંડલા ચાલી ગઇ હતી. બીજી તરફ આશિષના નાના ભાઇ મિલન મહેશ મહેતા (ઉ.વ. 32 રહે. એ 102, શિવાલય એપાર્ટમેન્ટ, વાણીકુંજ રોડ, રાજકોટ) ને દુકાનના ગોડાઉનમાં આશિષના શર્ટનો મળ્યો હતો. શર્ટના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી હતી આશિષે લખ્યું હતું કે મારી થોડીક ભુલ થઇ હતી તેમાં મારા સાઢુભાઇ અલ્પેશ અને તેનો ભાઇ વિજય, સાળો કેતન અને સસરા પ્રવિણભાઇ મને બહુ ટોર્ચર કર્યો છે. જેના કારણે હું આત્મઘાતી પગલું ભરૂ છું અને આ તમામ વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરશો. જેથી ચોંકી જનાર મિલને આશિષના મોબાઇલના કોલ રેકોર્ડીંગ ચેક કર્યા હતા. જેમાં સસરા પ્રવિણ, સાળો કેતન અને સાઢુભાઇ અલ્પેશ વિગેરે મારી નાંખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા હોવાના રેકોર્ડીંગ હતા. જેથી મિલને ઉપરોકત તમામ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s