13 વર્ષના વ્યાજ સહિત રૃા.20 લાખનો ક્લેઇમ ચૂકવવા વીમા કંપનીને હુકમસુરત

15 વર્ષ પહેલા માંડવીની ગારમેન્ટ શોપમાં આગથી નુક્સાનનો ક્લેઇમ ચૂકવ્યો નહોતોઃ સ્ટેટ કમિશને ગ્રાહક કોર્ટમાં ફેરસુનાવણીનો નિર્દેશ આપ્યો હતો

15 વર્ષ પહેલાં રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનને આગથી થયેલા નુકસાનીનો ક્લેઈમ  ચુકવવામાં આડોડાઈ કરી વીમાદારને 13 વર્ષ સુધી
કાનુની જંગ લડવા ફરજ પાડનાર વીમા કંપનીને સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના
પ્રમુખ જજ એ. એમ. દવે તથા સભ્ય રૃપલબેન બારોટે અરજી તારીખથી વાર્ષિક 8 ટકાના વ્યાજ
સહિત રૃ.20 લાખ નું વળતર તથા ફરિયાદખર્ચ અને હાલાકી બદલ રૃ.5 હજાર ચુકવવા વીમા
કંપનીને હુકમ કર્યો છે.

માંડવી
નવાપુરા ખાતે ભારત ડ્રેસીસના નામે રેડીમેઈડ ગાર્મેન્ટનો ધંધો કરતા ફરિયાદી
ગંગાસિંહ રઘનાથજી રાજપુરોહિતે ધી ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની પાસેથી વર્ષ-2006-07ના
વર્ષ માટે ફાયર એન્ડ એલાઈડ પેરીલ્સ માલસ્ટોકનો કુલ 20 લાખનો વીમો ઉતરાવ્યો
હતો.દરમિયાન તા.6-11-2006ના રોજ દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા કુલ રૃ.20 લાખથી
વધુ કિંમતના માલસ્ટોક ફર્નિચરને નુકસાન થયું હતુ. ફરિયાદીએ વીમા કંપની સમક્ષ જરૃરી
દસ્તાવેજો સાથે ક્લેઈમ કરતાં વીમા કંપનીએ માત્ર રૃ.3.97લાખનો ક્લેઈમ ચુકવવા પાત્ર
હોવાનું મૌખિક જણાવી વાઉચર કે ચેક નહી મોકલતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
કોર્ટે ઓગષ્ટ-2009ના રોજ કરેલી ફરિયાદમાં રજુ કરેલા દસ્તાવેજો વીમા કંપનીમાં રજુ
કરવા અને વીમા કંપનીને યોગ્ય આકારણી કરવા નિર્દેશ આપ્યો હતો.

જો કે
વીમા કંપનીએ અગાઉ કરેલી આકારણી અને નુકસાનીનો ક્લેઈમની રકમમાં કોઈ પણ જાતનો વધારો
કે ફેરફાર કરવાનો ઈન્કાર કર્યો હતો. જેથી ફરિયાદીએ ગ્રાહક સુરક્ષા ધારાની કમલ-27 હેઠળ વીમા કંપની ઈરાદાપુર્વક ગ્રાહક કોર્ટના ચુકાદાનું પાલન ન કરતી હોઈ દંડ સજા
કરવાની દાદ માંગી હતી. જેને ગ્રાહક કોર્ટે નકારી કાઢતાં ફરીયાદીએ નીચલી કોર્ટના
હુકમથી નારાજ થઈને સ્ટેટ કમિશનમાં અપીલ કરી હતી. જેથી સ્ટેટ કમિશને જાન્યુ-2020ના
રોજ સુરત ગ્રાહક તકારાર નિવારણ ફોરમને ફેર સુનાવણી હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા.
જેથી વધુ એકવાર આ કેસની ફેર સુનાવણી દરમિયાન ફરિયાદી તથા વીમા કંપનીએ પોતાના વકીલ
બદલી નાખ્યા હતા. ફરિયાદી તરફે પોતાના સીએ દ્વારા પ્રમાણિત કરેલા હિસાબી દસ્તાવેજો
રજુ કરી કુલ રૃ.17.86 લાખ તથા અન્ય સીએનું 19 લાખનું નુકસાની અંગેનો લેખિત
અભિપ્રાય રજુ કર્યો હતો. જેને ગ્રાહક કોર્ટે માન્ય રાખી ફરિયાદીને અરજી તારીખથી
વાર્ષિક 8 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.20 લાખ તથા ફરિયાદખર્ચ હાલાકી બદલ 5 હજાર
ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s