સોનાના દાગીનાનું જોબવર્ક નાનાં એકમો પાસે ઓછું થયું, મોટા એકમોનું ટર્ન ઓવર વધ્યું

-100-200 કારીગરો ધરાવતા મોટા જ્વેલરી મેન્યુફેકચરીંગ એકમોની સંખ્યા વધીઃ નાના
એકમોની સંખ્યા ઘટીને
500 રહી

 સુરત,    

દિવાળી
પછી ડિસેમ્બરમાં લગ્નસરાની સિઝન હોવાથી
, સોનાના દાગીના બનાવવાનું જોબવર્કનું કામ
અત્યારથી ધીરે-ધીરે શરૃ થયું છે. પરંતુ નાનાં એકમો પાસે કામકાજ ખૂબ જ ઘટી ગયું છે
,
જ્યારે મોટા એકમોનું ટર્નઓવર વધી ગયું છે. નાના એકમોની સંખ્યા માંડ 500 જેટલી રહી છે.

સોનાના દાગીના
બનાવવાની નિપુણતા બંગાળી કારીગરો પાસે જ છે. આઠેક વર્ષ પહેલાં અંબાજી રોડ અને બાલાજી
રોડ વિસ્તારમાં સોનાના દાગીના બનાવવાના નાના એકમોની સંખ્યા
1000થી વધુ હતી. પરંતુ જવેલરી
મેન્યુફેક્ચરિંગના મોટાં એકમો બન્યાં પછી
, આ સંખ્યા અડધાં કરતાં
ઓછી થઈ ગઈ છે. જ્વેલર્સ અને દાગીનાના જથ્થાબંધ વેપારીઓ હવે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ
પાસેથી જ્વેલરી ખરીદે છે. અગાઉ બંગાળી કારીગરો પાસેથી દાગીના બનાવવામાં આવતાં હતાં.
100-200 કારીગરો ધરાવતા મોટા જવેલરી એકમોની સંખ્યા પાછલાં થોડાં
વર્ષોમાં ખૂબ જ વધી છે અને કામકાજ પણ કિલોમાં થઈ રહ્યું છે.

શહેરના
મહિધરપુરા
, કતારગામ અને વરાછા વિસ્તારમાં 50થી લઈને 100 કારીગરો ધરાવતાં એકમોની સંખ્યા વધી છે. આ વિસ્તારમાં 100થી 150 ફેક્ટરીઓ છે અને બંગાળી કારીગરો હવે જ્વેલરી
મેન્યુફેક્ચરિંગ એકમોમાં કામ કરતાં થઇ ગયા છે
, એમ નૈનેશ
પચ્ચીગરે વાતચીતમાં કહ્યું હતું. નાના એકમોમાં મશીન અને હાથથી કરવાનું કામ
50=50 ટકા જેટલું હોય છે. જ્યારે મોટાં એકમોમાં 90 ટકા
મશીનમાં અને
10 ટકા હાથેથી કામ થાય છે. મોટા એકમો એક સાથે
સંખ્યાબંધ પીસ તૈયાર કરતાં હોવાથી પડતર ઓછી હોય છે
, અને તેને
કારણે તેઓ સસ્તુ આપી શકે છે જ્યારે નાના એકમો માટે આ કામ થોડું અઘરું છે
, એમ તપન દાસે કહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s