શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સુરત જિલ્લામાંથી 69.22 ટકા મતદાન

– શાળા
સંચાલક મંડળની બેઠક પર સૌથી વધુ
86 ટકા મતદાનઃ મતપેટીઓ સીલ કરી ગાંધીનગર રવાના કરાઇ

    સુરત

ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અલગ અલગ બેઠકોની આજે યોજાયેલી
ચૂંટણીમાં સુરત શહેર અને જિલ્લાના સાત મતદાન મથકો પરથી શાંતિપૂર્ણ માહોલમાં ૬૯.૨૨
ટકા મતદાન થયુ હતુ.સુરત જિલ્લામાં શાળા સંચાલક મંડળમાં રેકોડબ્રેક ૮૬ ટકા મતદાન
નોંધાયુ હોવાથી કોના તરફ મતદારો વળ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે.

કોરોનાના
કારણે પાછળ ઠેલાયેલી શિક્ષણ બોર્ડની ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં શાળાના આચાર્ય
ત્રણ
, માધ્યમિક
શિક્ષકના બે
, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકમાં ત્રણ, વહીવટી કર્મચારીમાં બે, વાલી મંડળના ચાર, ઉતર બુનિયાદી શાળાના આચાર્ય અને શિક્ષકની બેઠકમાં ચાર, અને શાળા સંચાલક મંડળની એક બેઠકમાં ગુજરાતભરમાંથી છ ઉમેદવારો મળીને સમ્રગ
ગુજરાતમાંથી  કુલ સાત બેઠક માટે ૨૪
ઉમેદવારો મેદાનમાં હતા. આજે મતદાનની પ્રકિયા હોવાથી સુરત શહેર અને જિલ્લા મળીને
કુલ સાત મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરાઇ હતી.

<

p class=”12News”>સાંજે મતદાનની
પ્રકિયા પૂર્ણ થયા બાદ જે આંકડા સામે આવ્યા હતા. તેમાં તમામ સાત બેઠકો પર નોંધાયેલા
કુલ ૫૬૬૫ મતદારોમાંથી ૩૭૨૦ મતદારોએ મતદાન કરતા ૬૯.૨૨ ટકા મતદાન કરતા તમામ ઉમેદવારોનું
ભાવી મતપેટીમાં સીલ થયુ હતુ. અને સાંજે જ મતપેટીઓ ગાંધીનગર રવાના કરાઇ હતી. આગામી ૨૮
મી સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે. સુરત શહેરમાં શાળા સંચાલક મંડળની બેઠક પર બે
ઉમેદવારો હોવાથી રેકોર્ડબ્રેક ૮૬ ટકા મતદાન થયુ હતુ. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s