વ્હોટ્સએપ પર તલ્લાક નહી આપ્યાનું પતિએ સોગંદનામું કરી હલાલાની અડચણ દુર કરી


 સુરત

ત્રણ વર્ષથી વિખૂટા પડેલા ઉધના વિસ્તારના દંપતીના દાંપત્યજીવનની ગૂંચ મીડીએશનના માધ્યમથી ઉકેલાઇ

દાંપત્ય
જીવનની નજીવી તકરારમાં છેલ્લાં ત્રણ વર્ષથી અલગ રહેલા મુસ્લિમ દંપતિએ પોતાના
લગ્નજીવનની ગુથ્થીને  મીડીએશન પ્રક્રિયાના
માધ્યમથી સુલઝાવી લઈને માસુમ પુત્રીને સારા ભવિષ્ય માટે ફરી એક થઈને એકબીજા
વિરુધ્ધની કાનુની લડતની તલવાર મ્યાન કરી છે. પતિએ પોતે વોટસ એપ મારફતે પત્નીને
તલ્લાક આપ્યા ન હોવાની એફીડેવિટ કરતાં મુસ્લિમ દંપતિને નવેસરથી લગ્નજીવન માટે કરવી
પડતી હલાલાની પ્રક્રિયાની અડચણ પણ દુર થઇ છે.

ઉધના વિસ્તારમાં
રહેતા શોયેબના લગ્ન મુસ્લિમ શરીયત મુજબ  મે-2016ના
રોજ સના નામની યુવતિ સાથે થયા હતા. ટુંકા ગાળામાં પ્એક પુત્રીનો જન્મ થયો પણ બાદમાં
દાંપત્યજીવનમાં ખટરાગ થતા પત્ની સના માસૂમ દીકરીને લઇને પિયર જતી રહી દંપતિને ત્યાં
એક પુત્રીનો જન્મ થયો હતો.પરંતું ત્યાર બાદ દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થતાં પત્ની સના
પુત્રી સાથે પતિનું ઘર છોડી પિયરનો આશરો લઇ પતિ પાસે ભરણપોષણ માટે કોર્ટમાં ધા નાંખી
હતી. કેસ કાર્યવાહી દરમિયાન પતિએ વ્હોટ્સએપ મેસેજથી તલ્લા આપ્યાનો આક્ષેપ પણ કરાયો
હતો.

અલબત્ત
છેલ્લાં ત્રણેક વર્ષોથી પતિ-પત્નીએ એકબીજા વિરુધ્ધ કરેલા કોર્ટ કેસોની મુદત
દરમિયાન મળવાનું થતાં બંને પક્ષકારો વચ્ચે સમાધાનની સંભાવના જણાતા કોર્ટે મીડીએશન
સેન્ટરમાં કેસ મોકલ્યો હતો. મીડીએટર નીતાબેન પટેલે  પતિ-પત્ની વચ્ચેની નજીવી તકરારનું કારણ જાણ્યું
હતું. અને પતિ-પત્ની પણ માસૂમ પુત્રીના સારા ભવિષ્ય માટે ગઈ ગુજરી ભુલી જઈને
કાનુની જંગને બદલે સંવાદથી વિવાદને સુલઝાવવાની તૈયારી દાખવી હતી. જો કે બંનેને
ફરીથી એક થવા આડે તલ્લાકનો મુદ્દો ખલનાયક બની રહ્યો હતો. જેથી પતિએ પોતે એફીડેવિટ
કરી હતી કે
, પોતે વોટસએપ મારફતે પત્નીને તલ્લાક આપ્યા નથી. જેથી હલાલાની
પ્રક્રિયામાંથી પસાર થવાનું સંકટ ટળતાં દંપતિનો માળો મીડીએશનના માધ્યમથી ફરી
કિલ્લોલતો થયો છે.

નોંધનીય
છે કે  મુસ્લિમ કાયદા મુજબ જો પતિ-પત્ની
વચ્ચે તલ્લાક થાય તો તેમણે ફરી લગ્ન કરવા માટે પત્નીએ ઈદ્દતના પીરીયડમાં હલાલાની
વિધીમાંથી પસાર થઈ અન્ય પુરુષ સાથે લગ્ન કરવા પડે છે. અને ત્યારબાદ  તેની પાસેથી રાજીખુશીથી તલ્લાક લેવા પડે છે. ત્યારપછી
અગાઉના પતિ સાથે લગ્ન કરી શકે છે. જો કે હલાલાની પ્રક્રિયા પરિણામ વિચાર્યા વગર
તલ્લાક લેનારા બંને પક્ષકારો માટે એક બોધપાઠ સમાન ગણવામાં આવે છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s