મેઘાએ સુરતને ધમરાળ્યું, સિટીમાં 3 ઇંચથી જળબંબોળઃ પલસાણામાં 4.5 ઇંચ


સુરત


બારડોલી, ઓલપાડ, માંગરોળ તાલુકામાં બે ઇંચ, અન્ય તાલુકામાં ઝાપટાઃ ઉકાઇ ડેમમાં ઇન્ફ્લો વધીને 51,959 ક્યુસેક થતા સપાટી 342.56 ફુટ

સુરત
સહિત જિલ્લા પલસાણા
,ઓલપાડ તથા માંગરોળ તાલુકામાં સરેરાશ બેથી ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાવા સાથે
આજે દિવસ દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા
, માંડવી તથા માંગરોળ
તાલુકામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. ઉકાઇ ડેમમાં ઇન્ફ્લો વધતા સપાટી 342.56 ફુટ પહોંચી
હતી.

છેલ્લાં
બે દિવસોથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પાછોતરા વરસાદના એંધાણી આપતા હળવા વરસાદી ઝાપટા
નોંધાયા બાદ આજે હવામાન વિભાગની આગામી મુજબ સુરત સીટી સહિત જિલ્લામાં સાર્વત્રિક હળવાથી
મધ્યમ વરસાદ નોધાયો છે.આજે વહેલી સવારથી સુરતમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે મેઘરાજાએ ધુંવાધાર
બેટીંગ કરીને સાંજ સુધીમાં ત્રણેક ઈંચ વરસાદી જળ વરસાવ્યું હતુ.આજે વહેલી સવારથી સુરતમાં
શરૃ થયેલા વરસાદ એકધારો સતત વરસતા રહેતા નોકરી ધંધા માટે જનારા વાહનચાલક
,રાહદારીઓને હાલાકીનો સામનો
કરવો પડયો હતો.

પલસાણા
તાલુકામાં આજે સાડા ચાર ઈંચ (119 મીમી)
,ઓલપાડમાં બે ઈંચ(૫૩ મીમી)બારડોલીમાં સવા બે ઈંચ (59 મીમી)વરસાદ નોંધાયો
હતો.જ્યારે કામરેજમાં 13
,મહુવામાં 6 તથા ચોર્યાસીમાં 1 મીમી
જેટલો વરસાદ દિવસ દરમિયાન નોધાયો છે. અત્રે નોંધનીય છે કે ગઈકાલે ઉમરપાડા તાલુકામાં 78 મીમી
,માંગરોળમાં 44 મીમી વરસાદ નોંધાયા બાદ આજે ઉમરપાડા,માંગરોળ અને માંડવી તાલુકામાં મેઘાનો વિરામ રહ્યો હતો.

જ્યારે
આજે ઉકાઈડેમના 6 જેટલા ગેજસ્ટેશનામાં આજે સરેરાશ 92.40 મીમી વરસાદ નોંધાયો છે.
ટેસ્કામાં 11.20
, લખીપુરીમાં 23.80, ગોપાલ ખેડામાં 4.20, ગીરનાડેમમાં 30, સાગબારામાં 12 મીમી નોંધાયો છે.
ઉપરવાસમાં વરસાદનું જોર ઘટવાને પગલે ઉકાઇ ડેમમાં પાણીનો ઈન ફ્લો સવારે 34 હજાર
ક્યુસેક્સ રહ્યો હતો સાથે હાઇડ્રો મારફત 17 હજાર ક્યુસેક પાણી છોડવાનુ જારી રખાયું
હતું.  અલબત્ત મોડી સાંજે 6 કલાકે ઉકાઈ
ડેમમાં પાણીની આવક વધીને 51,959
 ક્યુસેક્સ તથા જાવક 17,036 ક્યુસેક સાથે ડેમની સપાટી 342.58 ફુટ નોંધાઈ છે. જે આજના રૃલ લેવલ 342.17 ફુટથી
થોડી વધુ અને ભયજનક સપાટી 345 ફુટથી અઢીથી ફુટ જ દુર છે.

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s