પોક્સો એક્ટના ગુનામાં જામીન શરતનો ભંગ કરતા જામીન રદ કરાયા


સુરત


તરૃણીને ભગાડી દુષ્કર્મ કર્યું હતું ઃ સુરત પ્રવેશ પર પાબંદી છતા  મિત્રો સાથે મળી પીડિતાના અપહરણનો પ્રયાસ કર્યો હતો

અમરોલી
વિસ્તારની તરૃણીને ભગાડી દુષ્કર્મ કરનાર આરોપી યુવકે કોર્ટે લાદેલી જામીન શરતનો
ભંગ કરતા પોલીસની અરજી આજે એડીશ્નલ સેશન્સ જજ પી.એસ.કાલાએ મંજુર કરીને જામીન રદ
કરવા સાથે નોનબેલેબલ વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.

અમરોલી
ખાતે રહેતી 17 વર્ષ બે માસની વય ધરાવતી તરૃણીને મૂળ તા.6-10-20ના રોજ લગ્નની
લાલચ આપીને મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાનો 24 વર્ષીય આરોપી પાર્થ ઉર્ફે
કાનો સુરેશ ગેલાણી (રે. મારૃતિધામ સોસાયટી
,
વેલંજા) ભગાડી ગયો. અને મરજી વિરુધ્ધ તરુણી સાથે દુષ્કર્મ કરતા તેના
પિતાની ફરિયાદના આધારે અમરોલી પોલીસે પોક્સો એકટ મુજબ ગુનો નોંધી આરોપીને જેલભેગો
કર્યો હતો.

આરોપીને
જોકે કોર્ટે શરતોને આધીન રેગ્યુલર જામીન આપ્યા હતા. પણ ત્રણ મહિના સુરતમાં પ્રવેશ
પ્રતિબંધ અને સાક્ષી પુરાવા સાથે ચેડા નહી કરવાની શરતનો આરોપી ભંગ કરે તો જામીન રદ
કરાશે તેવી તાકીદ કરાઇ હતી. જોકે
,
આરોપી પાર્થ ગેલાણી તા.17-8-2021ના રોજ સુરત આવ્યો હતો અને
મિત્રો  સાથે મળીને પીડિત તરુણીનું અપહરણ
કરવા પ્રયાસ કર્યો હતો. જેથી અમરોલીના પોલીસના તપાસ અધિકારી પોસઈ એમ.જે.રાઠોડે
એપીપી કિશોર રેવાલીયા મારફતે આરોપીના જામીન રદ કરવા કોર્ટમાં ધા નાખી હતી. કોર્ટે
આરોપીના જામીન રદ કરી તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં લેવા બિનજામીનપત્ર વોરંટ બજવવા
હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s