સુરતમાં જિનસંયમયોગની સામૂહિક દીક્ષામાં ફરીવાર 72નો અખંડ આંકડો

-અગાઉ જૈનાચાર્ય
યોગતિલકસૂરિજી મહારાજાની નિશ્રામાં સુરતમાં થયેલી દીક્ષાનાં આંક 45, 36, અને 18 પણ
અખંડ આંક હતા

સુરત 

સુરતમાં એક
સાથે ૬૦ મુમુક્ષુઓનાં દીક્ષામુહૂર્ત સાથએક દીક્ષાધર્મનો એક નવો આયામ રચાયા બાદ હવે
આ દીક્ષા મહોત્સવમાં વધુ ૧૨ મુહૂર્ત અપાતા દીક્ષાનો આંક ૭૨ થયો છે. અગાઉ પણ સુરતમાં
સૂરિ શાંતિ-જિન-યોગની કૃપાથીથયેલી સામૂહિક દીક્ષામાં ૪૫, ૩૬ અને ૧૮નાં અખંડ આંક જ હતા.
અને ફરીએકવાર આગામી સામૂહિક દીક્ષામાં અખંડ આંક આવ્યો છે. જો કે દીક્ષાને હજુ અઢી માસની
વાર છે ત્યારે આ આંક હજીપણ વધવાની શક્યતા નકારી શકાતી નથી.

પૂજ્ય મોટાસાહેબજી,જૈનાચાર્ય
જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રથમ વાષક સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે શ્રી શાંતિ કનક
શ્રમણોપાસક ટ્રસ્ટ-અધ્યાત્મ પરિવાર દ્વારા અધ્યાત્મ નગરી ખાતે જિન સંગમ ઉત્સવમાં દીક્ષાધર્મ
મહાનાયક  યોગતિલકસૂરિશ્વરજીની વૈરાગ્ય વાણીથી
વૈરાગી બનેલા ૬૦-૬૦ દિક્ષાર્થીઓને અનેક આચાર્ય 
ભગવંતોની નિશ્રામાં કારતક વદ ૧૦ સોમવાર તા ૨૯ નવેમ્બરનું મુહૂર્ત પ્રદાન કરાયુ
હતુ. ગત ગુરુવારે ૬ અને સોમવારે અપાયેલા બીજા ૬ મુહૂર્ત મળી વધુ ૧૨ સાથે દીક્ષાઆંક
૭૨ થયો છે. નવા ૧૨માં  એક પરિવાર પણ દીક્ષા
લેશે. જેથી કુલ ૭ પરિવારો ઘરને તાળા મારી દીક્ષા લેવાના છે.મૂળ સાચોરના અને મેનેજમેન્ટ
માસ્ટર મુંબઇના મુકેશભાઈએ પત્ની અને અને બે સંતાનો સહિત તથા કરાડના પણ એખ દંપતિએ દીક્ષા
મુહૂર્ત લીધા છે. અગાઉ પણ સુરતમાં ત્રણ ત્રણ વખત 
સૂરિ જિન સંયમ યોગની વૈરાગ્યવાણીથી સામૂહિક દીક્ષાઓ થઇ છે. જેમાં ૪૫, ૩૬ અને
૧૮ દીક્ષાઓ હતી. આ તમામ આંકડા અખંડ આંકડા હતા. હવે ચોથી સામૂહિક દીક્ષાનો આંક પણ અખંડ
૭૨ થયો છે. જેના સરવાળાથી ૯ થાય એ અખંડ કે પુર્ણાંક કહેવાય છે. દીક્ષાઉત્સવનાં કન્વીનર
રવીન્દ્ર શાહે જણાવ્યુ કે સુરતના આંગણે સામૂહિક દીક્ષાનો નવો આયામ રચાવા જઇ રહ્યો છે.હજીપણ
ગુરુ જિન સંયમ કૃપાપાત્ર અધ્યાત્મ સમ્રાટશ્રી જૈનાચાર્ય પૂજ્ય યોગતિલકસૂરિજી મહારાજાની
વૈરાગ્ય વાણીના પ્રતાપે આ આંક વધે તો નવાઇ નથી.બીજી તરફ સુરતને દરેક વખતે અખંડ આંક
મળે છે એ સુરતના સાગ્ય છે. હાલ શ્રી શાંતિ કનક શ્રમણોપાસક ટ્રસ્ટ -અધ્યાત્મ પરિવારની
૪૫ કમિટીના સેંકડો કાર્યકરો વેસુ બલર હાઉસની અધ્યાત્મ નગરીમાં  સિંહસત્વોત્સવ ની આયોજનબદ્ધ તૈયારીમાં લાગી ગયાં
છે.

 

પ્રભુ મહાવીરનું
આયુષ્ય 72 વર્ષનું હતુ

<

p class=”MsoNormal” style=”margin-bottom:0;margin-bottom:.0001pt;text-align:justify;text-indent:14.15pt;line-height:normal;”>પ્રભુ વીરનું
લંછન સિંહનુ હતુ અને આ સામૂહિક દીક્ષા મહોત્સવનું નામ સિંહસત્વોત્સવ છે. દીક્ષાર્થીઓનું
ભાગ્ય કે પુણ્ય જે ગણો તે જે દિવસે પ્રભુવીરે દીક્ષા ગ્રહણ કરી હતી એ જ દિવસે આ ૭૨
દીક્ષાર્થીઓ દીક્ષા લેશે. અને પ્રભુ મહાવીરનું આયુષ્ય પણ ૭૨ વર્ષનું હતુ. આ બધા યોગ
સર્જાતા આ દીક્ષા મહોત્સવની સુરત સહિત દેશ-વિદેશના ભાવકોમાં ભારે ઇંતેઝારી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s