સુરતના આકાશમાં ગુરૃવારે વહેલી સવારે વિજળી અને કડાકાની બઘડાટી

-સવારે લગભગ
5 વાગ્યાથી શરૃ થયેલુ  કડાકાનું ભયાવહ તાંડવ 6.30 વાગ્યા સુધી ચાલ્યુ , લોકો ઝબકીને જાગ્યા

સુરત, 

”અષાઢ ઘંઘૂબીય લૂંબીય અંબર વદ્દળ
બેવળ ચોવળીયા, મહોલાર મહેલીય લાડગેહેલીય, નીર છલે ન ઝલે નળિયા..” આ છંદમાં અષાઢની
જગ્યાએ ભાદરવો મૂકી દો પણ ચાલે. કેમ કે ભાદરવા મહિનામાં આ સાન ભાન ભુલાવે એવો નજારો
આકાશમાં સર્જાયો હતો. ગુરૃવારની વહેલી સવારે એકાએક ભયંકર કડાકા સાથે વિજળીના ચમકારા
થવા લાગ્યા અને સાથે ધીમે પગલે વરસાદની ઝડી. કડાકા એટલા ભયંકર હતા કે લોકો છેલ્લા પ્રહરની
ઉંઘમાંથી ઝબકીને જાગી ગયા હતા.

<

p class=”12News”>ભાદરવો ભરપુર એવુ કહેવાય છે અને
એ સાઉથ ગુજરાતમાં સાચુ થઇ રહ્યુ છે. છેલ્લા ઘણા દિવસથી ભાદરવો ભરપુર બનીને સમગ્ર દક્ષિણ
ગુજરાતને ધમરોળી રહ્યો છે. ગુરૃવારની વહેલી સવારે ૫ વાગ્યા આસપાસ આકાશમાં એકાએક કાળાડિબાંગ
વાદળાઓ ચઢી આવ્યા હતા. જાણે સુરતની ધરતી પર હલ્લાબોલ કરવાનુ હોય એ રીતે વરસતા પહેલા,
ભયંકર હાજા ગગડાવી નાખે તેવા ગગનભેદી નાદથી પોતોના મિજાજનો જાણે પરિચય આપી રહ્યા હતા.
વિજળીના સતત થતા તેજ લીસોટા અને કાન ફાડી નાખે તેના અવાજોએ નિદ્રાધિન લગભગ હરકોઇની
ઉંઘ ઉડાવી દીધી હતી. અર્ધો કલાકનો આકાશમાં વિજળીના ભયંકર કડાકાની બઘટાડી ચાલી. કાઠિયાવાડમાં
આ માહોલને ભગવાન ગેડી દડે રમે એવુ કહેવામાં આવે છે. પણ ગેડી દડાની પણ ટી-૨૦ હોય એ રીતે
ભગવાન રમી રહ્યા હતા. આંખોને આંજી નાખતી વિજળી અને કડાકા સાથેનો વરસાદ થોડો ભયાવહ પણ
લાગી રહ્યો હતો. લોકોએ જાગીને ઘરના ખુલ્લા બારી બારણા બંધ કરવાની નોબત આવી હતી. કેટલાક
વિસ્તારમાં આકાશી વિજળીના કારણે ઘરની વિજળી ડૂલ થઇ ગઇ હતી. જ્યોતિષાચાર્ય દેવવ્રત કશ્યપના
જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ચાલે છે આગામી તા-૨૭મીએ સૂર્ય હસ્ત
નક્ષત્રમાં પ્રવેશ કરશે. હાથીયાની આવવાની પૂર્વ તૈયારી રૃપે ગાજવિજ સાથે વરસાદ થતો
હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s