દક્ષિણ ગુજરાતમાં વિજળીના કડાકા ભડાકા સાથે મેઘાની બેટીંગ

-ગાજવીજ સાથે ગણદેવીમાં6.4, નવસારીમાં 6 ઇંચ વરસાદઃ કપરાડામાં બાળક તણાયો

-નવસારીમાં
ને.હાઇવે પર પાણી ફરી વળ્યા

-સુરતમાં વીજળી પડતા દુકાન સળગી

-કપરાડામાં અનેક કોઝવે
પાણીમાં ડૂબ્યા

 સુરત

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બુધવારની
મોડીરાતથી મેઘરાજાએ ગાજવીજ સાથે વરસવાનું શરૃ કરતા ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. નવસારીમાં
સૌથી વધુ સરેરાશ ચાર ઇંચ વરસાદને પગલે નેશનલ હાઇવે-૪૮ પર પણ પાણી ફરી વળ્યા હતા. કપરાડામાં
સતત બીજા દિવસે વરસાદથી અનેક કોઝવે પાણીમાં ડૂબ્યા હતા તે પૈકી ૧૧ વર્ષનો એક બાળક તણાઇ
ગયો હતો. સુરતમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વચ્ચે સરથાણાંમાં વિજળી પડતા દુકાનમાં
આગ લાગી ગઇ હતી.

બુધવારે વલસાડ જિલ્લામાં ધડબડાટી
બાદ આજે નવસારી જિલ્લમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. સરેરાશ ચાર ઇંચ વરસાદને પગલે નેશનલ
હાઇવે નં-૪૮ ઉપર પાણી ફરી વળ્યા હતા. ગ્રીડ પાસે પાણી ભરાતા વાહનો ફસાઇ ગયા હતા. એક
એસ.ટી બસને ક્રેઇનથી કાઢવી પડી હતી. ગણદેવીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ સહિત કુલ ૬.૪ ઇંચ
વરસાદ ઝીંકાયો હતો. વેંગણીયા નદીમાં પુર આવતા બંધારો પુલ પાણીમાં ગરક થઇ ગયો હતો. નવસારીમાં
૬ તો ચીખલીમાં ૫.૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. જૂજ અને કેલીયા  ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.

સુરત જિલ્લાના પાંચ તાલુકા અને સિટીમાં
મેઘાએ ધડબડાટી બોલાવી દીધી હતી. આજે સવારથી જ આકાશમાં વાદળોના ગડગડાટ અવાજ સાથે વરસાદ
શરૃ થયો હતો. સવારે આઠ વાગ્યા થી લઇને સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં  સુરત જિલ્લાના ચેંરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં
૩ ઇંચ, પલસાણામાં ૨.૫ ઇંચ, માંગરોળમાં ૨ ઇંચ, કામરેજમાં ૧.૫ ઇંચ સહિત બાકીના તાલુકામાં
મેઘરાજા છુટાછવાયા વરસ્યા હતા. જ્યારે સિટીમાં વરાછા એ અને બી ઝોનમાં અનુક્રમે ત્રણ
અને અઢી ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. રાંદેરમાં, અઠવામાં અડધો ઇંચ નોંધાયો હતો. બપોર બાદ
વરસાદ શાંત થતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.

<

p class=”12News”>વલસાડના કપરાડામાં વધુ ૨.૭ ઇંચ વરસાદ
સાથે અનેક કોઝવે પાણી ગરક થયા હતા. રાહોર ગામે ૧૧ વર્ષનો બાળક રોહિત રમેશ ખાને કોઝવે
પરથી પાણીમાં તણાઇ ગયો હતો. ધરમપુરંમાં ૩.૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. ડાંગના સાપુતારામાં
સૌથીવધુ ૩.૫ ઇંચ, સુબીરમાં ૨.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s