તને ઠેકાણે પાડી દઇશ: પ્રેમલગ્ન કરનાર કોન્સ્ટેબલની બોચી પકડી ધમકી આપનાર સાળીની ધરપકડ


– જાતિ અંગે ગાળો આપી, માતાના ચારિત્ર્ય અંગે ટિપ્પણી કરીઃ પોલીસ જવાને 1998માં પ્રેમિકાના પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કર્યા હતા

સુરત
પ્રેમલગ્ન કરનાર સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ અને તેની માતાને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ચારિત્ર્ય અંગે ટિપ્પણી કરવા ઉપરાંત મેલી વિદ્યા કરીને પુત્રને મારી નાંખવાનો આક્ષેપ કરવાના પ્રકરણમાં અડાજણ પોલીસે સાળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર પોલીસની ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ મનસુખ (ઉ.વ. 48 નામ બદલ્યું છે) એ ડિસેમ્બર 1998માં પ્રેમિકા અમીતા દયારામ સાધુ (રહે. ઇ 103, વેસ્ટર્ન સીટી એપાર્ટમેન્ટ, એલ.પી. સવાણી, અડાજણ) સાથે લગ્ન કર્યા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. અમીતાના પરિવારની મરજી વિરૂધ્ધ લગ્ન કર્યા હોવાથી સાસરીયા જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી મનસુખને અપમાનિત કરતા હતા. પરંતુ 2014માં અમીતા અને મનસુખ વચ્ચે મનમેળ નહીં રહેતા તેઓ અલગ થઇ ગયા હતા. જો કે બંને સંતાન પોતાની મરજીથી માતા-પિતાના ઘરે આવ-જા કરતા હતા. અમીતાએ મનસુખ વિરૂધ્ધ 2018માં અડાજણ પોલીસમાં શારિરીક-માનસિક ત્રાસની ફરિયાદ પણ નોંધાવી હતી અને છુટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છએ. પરંતુ 14 એપ્રિલે પુત્ર માતા અમીતાના ઘરે ગયો હતો અને મોડી રાત સુધી પરત નહીં આવતા મનસુખે અમીતાને ફોન કર્યો હતો. અમીતાએ મનસુખના ફોનને કોન્ફરન્સમાં લઇ તેની મોટી બહેન ગાયત્રી બાલકૃષ્ણ આચાર્ય (રહે. શિવમ એપાર્ટમેન્ટ, થલતેજ, અમદાવાદ) સાથે વાત કરાવતા તેણે મનસુખને બેફામ ગાળો આપી તેની માતાના ચારિત્ર્ય અંગે ટિપ્પણીઓ કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ઠેકાણે પાડી દેવાની ધમકી આપી હતી. ઉપરાંત મેલી વિદ્યા કરી પુત્રને મારી નાંખ્યાનો પણ આક્ષેપ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે ગાયત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s