93.70 ટકા વેક્સિનેશન સાથે સુરત મ્યુનિ. સમગ્ર ગુજરાતમાં અગ્રેસર


32.16
લાખ લોકોને પહેલો, 13.80 લોકોને બીજો ડોઝ આપી દેવાયોઃ કેટલાક લોકોને વેક્સિને મળી નથી
તે માટે ઝોન વાઇઝ સર્વે

સુરત,

ગુજરાત સરકાર દ્વારા સુરત મ્યુનિ.ને
34.32  લાખનો વેક્સીનેશનનો ટાર્ગેટ અપાયો હતો
તે સામે અત્યાર સુધીમાં પહેલો ડોઝ 32.16 લાખ અને બીજાડોઝ 13.80 લાખ લોકોને આપી દીધો
છે. સિટી વિસ્તારમાં કુલ 45.96 લાખ ડોઝ આપી દેવામા આવ્યા છે. સરકારે વેક્સીનેશન માટે
આપેલા ટાર્ગેટમાં 93.70 ટકા લક્ષ્યાંક સિધ્ધ કરી દીધો છે.

સુરત મ્યુનિ. 100 ટકા લોકોને પહેલો
ડોઝ આપે તે માટે જડબેસલાક આયોજન કરી રહી છે. હાલમાં રહેણાંક સોસાયીટમાં કેટલા લોકોને
વેક્સીન આપવામાં આવી છે અને કેટલા લોકોને વેક્સીન બાકી છે તેનો સર્વે કરી બાકી રહેલાના
વેક્સિન આપવા કવાયત ચાલી રહી છે. આ ઉપરાંત 
મોલ, સ્કુલ, કોલેજ, ડાયમંડ, ટેક્સટાઈલ યુનિટ, ગેમ ઝોન, જીઆઈડીસીમાં કામ કરતાં
કર્મચારીઓ અને શ્રમજીવીઓને પહેલો તથા બીજો ડોઝ બાકી હોય તેના માટે નોટીસ આપીને વેક્સીનેશન  કરાશે.

<

p class=”12News” style=”text-align:justify;”>જે રહેણાંક સોસાયટીમાં વેક્સીનેશનની
કામગીરી ઓછી થઈ હોય ેતને ટાર્ગેટ કરીને વેક્સીનેશનની કામગીરી સઘન બનાવવા માટે સુચના
અપાઇ છે.  રહેણાંક વિસ્તાર એવા રાંદેર, ઉધના
અને વરાછા બી ઝોનમાં 100 ટકા વેક્સીનેશન થાય તે માટે વિભાગને સુચના અપાઇ છે.  ગુજરાતની અન્ય મહાનગર પાલિકા કરતાં સુરત મ્યુનિ.
તંત્ર વેક્સીનેશનમાં અગ્રેસર છે. છતા કોરોનાની ત્રીજી લહેર આવે તો ઓછી અસર થાય તે માટે
100 ટકા ટાર્ગેટ સિધ્ધ કરવા કવાયત કરી રહ્યું છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s