સુરત: આશાદીપ સ્કૂલની શેક્ષણીક પ્રતિષ્ઠા હણાય તે રીતે સોસાયટીઓમાં ટેમ્પાઓ ફેરવી પ્રચાર કરનાર બે સમાજસેવક સહિત ચારની ધરપકડ


– ફી માફીના નામે લડત ચલાવી સ્કૂલને બદનામ કરનાર કોંગ્રેસના ભુતપૂર્વ કોર્પોરેટર સહિત 7 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો

સુરત,તા.23 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર

સુરતના યોગીચોક સ્થિત આશાદીપ ઈન્ટરનેશનલ સ્કુલને બદનામ કરવા માટે યોગીયોક વિસ્તારની સોસાયટીમાં ટેમ્પો મારફતે, ફેસબુક મારફતે ખોટો પ્રચાર કરવાની સાથે કોરોનાકાળમાં સ્કૂલની બહાર એકત્ર થઈ સુત્રોચાર કરનાર બે સમાજસેવક સહિત ચારની સરથાણા પોલીસે ધરપકડ કરી જામીનમુક્ત કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના યોગીચોક સ્થિત આશાદીપ ઈન્ટરનેશનલ સ્કુલને ફી માફીના મામલે બદનામ કરવા માટે યોગીયોક વિસ્તારની સોસાયટીમાં ટેમ્પો મારફતે, ફેસબુક મારફતે ખોટો પ્રચાર કરવાની સાથે કોરોનાકાળમાં સ્કૂલની બહાર એકત્ર થઈ સુત્રોચાર કરનાર કોંગ્રેસના ભુતપૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી, અન્ય બે સમાજસેવક સહિત સાત વિરુદ્ધ સ્કૂલના સંચાલક મૂળ અમરેલીના સાવરકુંડલાના વંડા ગામના વતની અને સુરતમાં મોટા વરાછા શિવપાર્ક બંગ્લોઝ ઘર નં.23 માં રહેતા 39 વર્ષીય મહેશભાઇ જીવનભાઇ રામાણીએ સરથાણા પોલીસ મથકમાં બે દિવસ અગાઉ ફરિયાદ નોંધાવી હતી.

સરથાણા પોલીસે આ બનાવમાં ગતસાંજે બે સમાજ સેવક તુષાર જગદીશભાઇ આલગીયા ( ઉ.વ.34, રહે.ઘર નં.374, તિરૂપતિ સોસાયટી, વિભાગ 1, યોગીચોક, સુરત.મુળ રહે.એકલાગામ, તા.લીલીયા, જી.અમરેલી ), સુરેશ નાગજીભાઇ પડસાળા ( ઉ.વ.45, રહે.ઘર નં.622, તિરૂપતિ સોસાયટી, યોગીચોક, સુરત. મુળ રહે.સાંગડેરી ગામ, અમરેલી ), ટેક્ષટાઈલના ધંધાર્થી સંજય બાઘાભાઇ ડાવરા ( ઉ.વ.46, રહે.102, વિક્રમનગર વિભાગ 2, સીતાનગર ચોક, પુણાગામ, સુરત મુળ રહે.જાંબાળા, તા.વીસાવદર, જી.જુનાગઢ ) અને વાલી મમતાબેન હીતેશભાઇ સવાણી ( ઉ.વ.42, રહે ઘર નં.101,શુભમ એપાર્ટમેન્ટ, હીરાબાગ, સુરત. મૂળ રહે.રાણપરડા, તા.પાલીતાણા, જી.ભાવનગર ) ની ધરપકડ કરી બાદમાં જામીનમુક્ત કર્યા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s