શૌચાલયમાં રૃા.30 હજાર લાંચ લેનાર તલાટી, વચટીયાને બે દિવસના રિમાન્ડસુરત

તલાટી સાગર ભેસાણીયા સાથે પકડાયેલા હિરેનકુમાર પટેલને સાથે રાખવા સરકારી મંજુરી મળી છે કે કેમ ? તેની તપાસ કરાશે

સુરતના
વકીલની પત્નીની વારસાઈ જમીનમાં પેઢીનામા બનાવવાની કાયદેસરની કામગીરી માટે 30 હજારની
ગેરકાયદે લાંચ માંગનાર મજુરા રેવન્યુ તલાટી તથા તેના વચેટીયાની એસીબીએ ગઈકાલે ધરપકડ
કરી આજે ખાસ અદાલત સમક્ષ રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે આરોપીઓને બે દિવસના
રિમાન્ડ મંજુર કરતો હુકમ કર્યો છે.

સુરત કોર્ટમાં
પ્રેકટીસ કરતાં ફરિયાદી વકીલની પત્નીના મૃત્તક માતા-પિતાની વારસાઈ જમીનમાં વારસાઈમાં
દાખલ કરવા માટે પેઢીનામાની જરૃરિયાત હોવાથી દસ્તાવેજો અઠવાલાઈન્સ સ્થિત મજુરા મામલતદાર
કચેરીમાં અરજી કરી હતી. પણ મજુરા રેવન્યુ તલાટી સાગર ચતુર ભેસાણીયા (રે.અંજની રેસીડેન્સી
, મોટા વરાછા)એ પોતાના મળતીયા
હિરેનકુમાર ગોસાઈ પટેલ (રે.માસ્તર ફળીયું
, સરસાણા ગામ)એ તેમને
ધક્કા ખવડાવ્યા બદા રૃા.30 હજારની લાંચ માંગતા વકીલે એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ
છટકું ગોઠવી તલાટી અને વચેટીયાને શૌચાલયમાં લાંચ લેતા ઝડપ્યા હતા.

એસીબી
નવસારીના પીઆઈ કે.જે.ચૌધરીએ બને આરોપીને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં
રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન એપીપી રાજેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે આરોપી
તલાટીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની રકમ મેળવી છે જેમાં અન્ય કોઈનો ભાગ
છે કે કેમ
? તેની તપાસ કરવાની છે. આરોપીના મોબાઈલ નંબરના સીડીઆર માહિતી મેળવી વધુ
પુછપરછ હાથ ધરવાની છે. બેંક એકાઉન્ટ
, લોકર્સ, વીમા પોલીસીની તપાસ કરી આરોપીઓએ ભ્રષ્ટાચાર આચરી નાણાંના અન્ય રોકાણો
કર્યા હોવાની સંભાવનાની ચકાસણી કરવાની છે.

આરોપી
હિરેન પટેલને પોતાની મદદમાં સરકારી કામકાજ કરાવવા સાથે રાખેલ હોય તે અંગે સરકારની
મંજુરી મેળવી છે કે કેમ
?આરોપીને માસિક પગાર કેટલી, કોના દ્વારા અને ક્યાંથી
મેળવવીને ચુકવવામાં આવતી હતી તેની તપાસ કરવાની છે. આરોપી હિરેન એક્ઝીક્યુટીવ
મેજીસ્ટ્રેટની કચેરીના અન્ય સરકારી કર્મચારીઓ માટે લાંચની રકમ માંગણી કરવાનું કે
ઉઘરાણી કરવાનું કામ વચેટીયા તરીકે કરતા હોવા અંગે ઉંડાણપુર્વક તપાસ કરવાની છે.
જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s