વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો ટેરેસ પર શાકભાજીની આર્ગોનિક ખેતી પણ કરે છે.

– ગ્રોવિંગ બેગમાં પાલક, તુરીયા, ગુવારસિંગ, તુવેર, પાપડી, ટામેટા, ચોળી, દૂધી, કેપ્સિકમ, મરચા, રીંગણ ઉગાડ્યા 

સુરત : આધુનિક યુગમાં કિચન ગાર્ડનિંગનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. ત્યારે શહેરની એક સરકારી કન્યા શાળામાં શિક્ષકો સાથે મળીને વિદ્યાર્થીનીઓ ઓર્ગેનિક ખેતી કરી તેમજ શીખી રહી છે. તેઓ વેલાવાળા શાકભાજીની સાથે અન્ય શાકભાજી કુંડાને બદલે ખાસ ગ્રોવિંગ બેગમાં કરી રહ્યા છે. 

સુરતના કતારગામ વિસ્તાર શ્રી હેમુ ગઢવી શાળા ક્રમાંક નંબર- 290 છે કે જે એક કન્યા શાળા છે. અહીં વિદ્યાર્થીનીઓ શિક્ષણ સાથે શાળાના ટેરેસ ઉપર આર્ગોનિક ખેતી પણ કરી રહી છે. વિદ્યાર્થીનીઓને આ ખેતી અંગે અભ્યાસ પણ કરાવવામાં આવે છે કે જેથી તેઓ ભવિષ્યમાં પોતાના ઘરે આજ રીતે ખેતી કરી શકે. શાળા દ્વારા આ પ્રયાસની શરૂઆત એપ્રિલ મહિના થી કરવામાં આવી હતી. પ્રિન્સિપલ , શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને ટેરેસ પર પાલક, તુરીયા, ગુવારસિંગ, તુવેર, પાપડી, ટામેટા, ચોળી, દૂધી, કેપ્સિકમ, મરચા, રીંગણ વગેરેની ખેતી કરી છે. સુરતની આ એક માત્ર સરકારી શાળા છે કે જ્યાં શાળાના ટેરેસ ઉપર આર્ગોનિક ખેતી કરવામાં આવી રહી છે. 

મહત્વની વાત એ છે કે શાળામાં કુંડાને બદલે નાની ગ્રોવિંગ બેગમાં છોડનો ઉછેર કરવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે ખાતર, કુંડા અને છોડ ઉપર ખર્ચ કર્યા પછી પણ તે ઉગતા નથી અને તેવી સ્થિતિમાં સમય અને મૂડીનો પણ વ્યય થાય છે. જેથી અહીં ગ્રોવિંગ બેગમાં જ ઓર્ગેનિક ખેતી કરવામાં આવી છે. 

શાળાના પ્રિન્સિપાલ રોશની ટેલરે કહ્યું કે, અમારી શાળામાં 1180 જેટલી કન્યાઓ અભ્યાસ કરે છે. ઘણી વખત એવું બને છે કે બાળકોને કયા શાકભાજી છોડ ઉપર અને કયા શાકભાજી વેલા ઉપર થાય તે અંગે ખ્યાલ હોતો નથી. જેથી અમે આ અભિગમ અપનાવ્યો છે કે જેથી વિદ્યાર્થીનીઓ સમજે પણ અને ભવિષ્યમાં તેનો ઉપયોગ પણ કરી શકે.  ગ્રોવિંગ બેગ કુંડા કરતા વ્યાજબી ભાવે પડે છે અને તેમાં સારી રીતે શાકભાજી ઉગે પણ છે. વિદ્યાર્થિનીઓ પોતાના જન્મદિવસે ચોકલેટ કે કેક વહેંચવાને બદલે છોડની વાવણી કરે છે અને તેની માવજત પણ કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s