રત્નકલા એક્સપોર્ટ પ્રા. લી.માં સુરત ઇન્કમટેક્સની ડીઆઈ વીંગના દરોડા


સુરત

સુરત,નવસારી,મોરબી, મુંબઈ સહિત કુલ પાંચ સ્થળો પર ૫૦ થી વધુ ઇન્કમટેક્સ અધિકારીઓની ટીમે તપાસ શરૃ કરી

સુરત
ઈન્કમ ટેક્સ વિભાગની ડીઆઈ વિંગે આજે રત્નકલા એક્સપોર્ટ પ્રા.લિ. નામની ડાયમંડ ઉત્પાદક-એક્સપોર્ટર
પેઢીના સુરત
,નવસારી,મોરબી,મુંબઈ સહિત પાંચ જેટલા
સ્થળો પર સર્વે હાથ ધર્યો હોવાની વિગતો સાંપડી છે.

સુરત ઈન્કમ
ટેક્સ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ઈન્વેસ્ટીગેશન વિંગની 50 થી વધુ અધિકારીઓની ટીમે
આજે ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલી રત્નકલાએક્સપોર્ટ પ્રા.લિ. પેઢીના સુરત-મુંબઈ
નવસારી તથા મોરબીની કુલ ૨૦ જેટલી ધંધાકીય સ્થળો પર આકસ્મિક સર્વેની કામગીરી હાથ ધરી
છે.સુરત ડીઆઈ વિંગના નેજા હેઠળ ડાયમંડ પેઢીના અલગ અલગ ધંધાકીય પ્રિમાઈસીસમાં હાથ ધરવામાં
આવેલા સર્વે દરમિયાન ડાયમંડ ખરીદ વેચાણ તથા સ્ટોક સંબંધે થોકબંધ દસ્તાવેજી પુરાવા કબજે
કરીને વેરીફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ડાયમંડના વ્યવસાય સાથે પેઢીના સંચાલકોએ
રીયલ એસ્ટેટના રોકાણોને લગતાં દસ્તાવેજો પણ આયકર વિભાગને હાથ લાગ્યા છે.પ્રારંભિક તબક્કે
ડાયમંડ પેઢીના સંચાલકોની ત્યાંથી કરોડો રૃપિયાની કરચોરી મળવાની સંભાવના સુત્રોએ વ્યક્ત
કરી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s