માતા-બહેનની હત્યાના કેસમાં ડોકટર મહીલાએ જામીન અરજી પરત ખેંચી લીધી


સુરત

જીદગીની કંટાળી દર્શનાબેન પ્રજાપતિએ પોતાના પર નિર્ભર માતા-બહેનને ઇંજેકશન આપ્યા બાદ ઘેનની 26 ગોળી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો

જિંદગીથી
કંટાળીને પોતાના પર નિર્ભર રહેલી માતા બહેનને ઈંજેકશન આપીને મૃત્યુ નિપજાવી
આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરનાર બીએચએમએસની ડીગ્રી ધરાવતી આરોપી મહીલાના જામીનની
માંગના વિરોધમાં સરકારપક્ષે એફીડેવિટ રજુ કરતાં કોઈપણ જાતના ગુણદોષમાં ઉતર્યા વિના
આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી.

કતારગામ
સહજાનંદ સોસાયટીમાં રહેતી તથા બીએચએમએસની ડીગ્રી ધરાવતી 32 વર્ષીય દર્શનાબેન કાંતિ
પ્રજાપતિએ પોતાની જિંદગીથી કંટાળી જતાં આત્મઘાતી પગલું ભરવાનું વિચાર્યું
હતુ.પરંતુ પોતાની પર નિર્ભર એવી માતા મંજુલાબેન તથા બહેન ફાલ્ગુનીનું શું થશે એ
વિચારે આરોપી મહીલાએ તા.22-8-21 ના રોજ વિટામીનના ઈંજેકશનના નામે માતા-બહેનને
ઓવરડોઝ આપીને મોત નિપજાવ્યું હતુ.ત્યારબાદ સુસાઈડ નોટ લખીને ઉંઘની 26 ગોળી ગળી જઈ
આત્મહત્યાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.જે અંગે ફરિયાદી ગૌરવ કાંતિ પ્રજાપતિએ
ચોકબજાર પોલીસમાં માતા-બહેનની હત્યાના ગુના અંગે આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી
હતી.

જેથી
ચોકબજાર પોલીસે હત્યાના ગુનામાં જેલભેગી કરેલી આરોપી મહીલાએ જામીન માટે માંગ કરી
હતી.જેના વિરોધમાં એપીપી કુ.રિન્કુબેન પારેખે ચોકબજાર પીઆઈ એ.એ.ચૌધરીની એફીડેવિટ
રજુ કરી હતી.જેથી આરોપી મહીલાએ કોઈપણ જાતના ગુણદોષમાં ઉતર્યા વિના પોતાના જામીનની
અરજીને પરત ખેંચી લીધી હોવાની વિગતો સાંપડી છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s