મજૂરીના દર નહી પરવડતા પ્લેઇન ગ્રે જોબવર્કનુ કામ ઓછું થવા માંડયું

-વેપારીઓ
સસ્તામાં કરાવવા ઇચ્છા હોવાથી કારખાનેદારો ઇન્કાર કરતા થઇ ગયાઃ મજુરી કામ કરતા હવે
પાંચ ટકા રહી ગયા

         સુરત,    

મજૂરીથી
ગ્રે બનાવતાં કારખાનેદારો માટે હાલની પરિસ્થિતિમાં ટકવાનું અઘરું બન્યું છે. કાપડ
બજારના વેપારીઓ સસ્તામાં કામ કરાવવા ઈચ્છે છે
, તેથી કારખાનેદારો હવે
મજુરીથી (જોબવર્ક) કામ લેવા માટે રાજી નથી. પ્લેઇન ગ્રે માટે જોબવર્ક કરનારા
કારખાનેદારો ધીમે-ધીમે જોબવર્ક છોડી રહ્યાં છે.

 પ્લેઇન ગ્રેની જુદી-જુદી કવોલિટી માટે જોબવર્કના
દર છેલ્લાં ઘણાં સમયથી વધ્યાં જ નથી. મિટરે રૃા.
1નો ફાયદો પણ મળતો નહીં હોવાથી, ઘણાં કારખાનેદારો દુઃખી છે. 2-3 દશકાથી કામકાજ
કરાવતાં વેપારીઓ હવે કારખાનેદારોને બીજેથી કામ મેળવી લેવાનું જણાવી રહ્યાં છે.
જુદી જુદી કવોલિટી માટે મજૂરીના દર અલગઅલગ છે.

જેકાર્ડ
અને રેપીયર જેવા આધુનિક મશીનોમાં ગ્રે જોબવર્કને કોઈ વાંધો નથી. કામકાજ ખૂબ જ
સારાં ચાલી રહ્યાં છે. મિટર દીઠ મજૂરીના દરો પ્રમાણમાં ખુબ સારાં છે. પ્લેઇન ગ્રે
બનાવતા વિવર્સને હવે વધુ વળતર મળતું નથી. અડધી રકમ કારીગરની મજૂરી અને બાકીની અડધી
રકમ લાઈટબિલ તથા સ્ટાફના પગાર પેટે ખર્ચાઈ જાય છે.

જોબવર્કથી
કામ કરનારાં કારખાનેદારોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જીએસટી પહેલાં આ સંખ્યા વધુ
હતી. વિવિગ ઉદ્યોગમાં અત્યારે પાંચ ટકાથી પણ ઓછાં મજૂરીથી ( જોબવર્કથી) કામ કરી
રહ્યા છે
, એમ
ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s