જુગારીયાઓ પાસે એફેડેવીટ કરાવી, ‘ભાજપનો રાકેશ જુગાર રમતો નહોતો’


રાકેશ
ભીખડીયા પકડાયા બાદ અન્ય જુગારીઓ પાસે સોગંદનામું કરાવી પક્ષમાં રજૂ કર્યું, હવે ક્લિનચીટ
આપી  શિક્ષણ સમિતિમાં ગોઠવી દેવાશે

        સુરત,

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં
ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર જુગાર રમતાં ઝડપાયા બાદ તેને ક્લીન ચીટ આપવા માટે ભાજપ
મેદાનમાં આવી છે. જે લોકો જુગાર રમતાં ઝડપાયા હતા તે લોકોએ એફિડેવીટ કરી આપી કે સભ્ય
જુગાર રમતાં ન હતા. જુગારીયાએ કરેલી એફિડેવટ પર ભાજપ શાસકો સભ્યને ક્લીન ચીટ આપવા માટેનો
પ્રયાસ કરી રહ્યાં છે.

સુરત નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિની આ ટર્મ શરૃ થાય તે પહેલાં જ વિવાદમાં
આવી છે. પહેલાં ભાજપે વધુ એક સભ્યને અપક્ષ તરીકે ઉભો રાખ્યો અને બે દાયકા બાદ સમિતિના
સભ્ય માટે ચુંટણી થઈ હતી. ત્યાર બાદ વિપક્ષે ક્રોસ વોટીંગ કરતાં વિપક્ષના ઉમેદવારની
હાર અને ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવારની જીત થઈ અને ત્યાર બાદ મ્યુનિ.માં ભારે તોડફોડ
થઈ હતી.

ભાજપે જે અપક્ષ ઉમેદવાર ઉભો રાખ્યો
હતો તેની ઉમેદવારી સાથે જ દારૃની મહેફિલનો વિડિયો વાઈરલ થતાં વિવાદ થયો હતો. આ વિવાદ
માંડ શાંત પડે તે પહેલાં હાલમાં જ ભાજપ પ્રેરિત સભ્ય રાકેશ ભીખડીયા પોલીસની રેડમાં
જુગાર રમતાં ઝડપાયા હતા.  આ આખો બનાવ દબાવવા
માટે ભારે પ્રયાસ કરાયો હતો. ભાજપનો ઉમેદવાર જુગાર રમતમાં ઝડપાયા બાદ વિપક્ષ દ્વારા
વિરોધ કરવામા આવ્યો હતો અને આ મુદ્દે ભાજપની આબરૃ ધુળ ધાણી થઈ રહી છે.

<

p class=”12News” style=”text-align:justify;”>આગામી ૨૮મીએ શિક્ષણ સમિતિની રચના
થાય તે પહેલાં ભાજપ જુગારના કેસમા પકડાયેલા રાકેશ ભીખડીયાને  ક્લીન ચીટ આપવા માટે ધખારા કરી રહી છે. સુત્રો પાસેથી
પ્રાપ્ત માહિતી અનુસાર જુગાર રમતમાં જે લોકો પોલીસ ચોપડે નોંધાયા છે તેઓ  પાસે એવી એફિડેવીટ કરાવવામા ંઆવી છે કે, રાકેશ જુગાર
રમતો ન હતો. ધંધાકીય પૈસા લેવા માટે આવ્યો હતો અને ત્યારે પોલીસની રેઈડ પડી હતી. હવે
ભાજપ જુગારીયાઓની એફિડેવીટ પર પોતાના સભ્યને ક્લીન ચીટ આપીને શિક્ષણ સમિતિમાં માન ભેર
બેસાડી દેશે તેવી ચર્ચા થઈ રહી છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s