કાર રીપેરીંગના વધુ બીલ બદલ ડીલર સામે થયેલી ફરિયાદ રદ કરાઇ



સુરત

ફરિયાદ પેન્ડીંગ હોય ત્યારે વાદગ્રસ્ત વાહનનું વેચાણ કરવાથી ફરિયાદી ગ્રાહકની વ્યાખ્યામાં રહેતા નથી ઃગ્રાહક કોર્ટ

14 વર્ષ પહેલાં ખરીદેલી સેન્ટ્રો કારના રીપેરીંગ વધુ બીલ બદલ હ્યુન્ડાઈ મોટર્સ
પ્રા.લિ.ના તેમજ  પીપલોદના ડીલર વિરુધ્ધ
થયેલી ફરિયાદને આજે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એમ.એચ.ચૌધરી
તથા સભ્ય પુર્વીબેન જોશીએ પર્યાપ્ત પુરાવાના અભાવે રદ કરી છે.

અઠવાલાઈન્સ
કેશવજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી જીગર ચીનુભાઈ દોશીએ પીપલોદ ડુમસ રોડ સ્થિત
નાણાંવટી મોટર્સમાંથી વર્ષ-2006 માં હ્યુન્જડાઇની સેન્ટ્રો કાર ખરીદી પણ
એન્જિનમાંથી અવાજ આવતા નાણાવટી મોટર્સમાં ચેકિંગ માટે મોકલતા રૃા.6 હજાર ખર્ચનો
અંદાજ અપાયો હતો. બાદમાં ફરિયાદીએ એક માસ સુધી સંપર્ક કર્યો નહોતો. હતી. દરમિયાન
ઓગષ્ટ-2006માં તાપી પુર આવતાં અનેક ગાડીઓ બગડી જતાં ફરિયાદીને રીપેરીંગમાં વધુ સમય
લાગે તેમ હોવાનું જણાવ્યા બાદ ડીલરે રૃ.37,919
નું બીલ ફટકાર્યું હતુ.તેમ છતાં કારના એન્જિનમાંથી અવાજ આવવાની ખામી
યથાવત્ રહી હતી. ફરિયાદીએ ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતા 2013માં તે અંશતઃ મંજુર
કરાઇ હતી. જેથી નીચલી કોર્ટમાં હુકમ સામે નાણાવટી મોટર્સે સ્ટેટ કમિશનમાં અપીલ
કરતા એપ્રિલ-2018માં બંને પક્ષકારોને જરુરી પુરાવા રજૂ કરવાની તક આપવા નિર્દેશ
અપાતા સુરત ગ્રાહક કોર્ટમાં ફેર સુનાવણી થઇ હતી. 
નાણાંવટી મોટર્સ તરફે હરેશ હિંગુએ જણાવ્યું હતું કે ફરિયાદ પેન્ડીંગ હોવા
દરમિયાન ફરિયાદીએ પોતાની કારનું વેચાણ અન્યને કર્યું છે તેથી હવે તે ગ્રાહકની
વ્યાખ્યામાં રહેતા નથી. જેના સમર્થનમાં ટાટા મોટર્સ લી.અને બીજાઓ વિરુધ્ધ હઝુર
મહારાજ બાબા દેશરાજ અને અન્યના કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાને રજુ કર્યો હતો.
જેને સુરત ગ્રાહક કોર્ટે માન્ય રાખી ફરિયાદીની ફરિયાદ નામંજુર કરતો હુકમ કર્યો
હતો.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s