ફાઈનાન્સરે વધુ પૈસાની માંગી ધમકી આપતા યુવાને સ્યુસાઈડ નોટ લખી દવા ગટગટાવી


<

p style=”line-height:1;”>– વ્યાજે લીધેલા રૂ.3 લાખ સામે રૂ.13 લાખ ચૂકવી દીધા હતા છતાં

– હોસ્પિટલમાં મળેલી સ્યુસાઈડ નોટ ડોકટરે બાદમાં પોલીસને અપાતા ડિંડોલીમાં સોસાયટીમાં જ રહેતા બે ફાઇનાન્સર સામે ગુનો દાખલ

સુરત, : ઉધનામાં એમ્બ્રોઈડરી મટીરીયલ્સનો વેપાર કરતા રાજસ્થાની યુવાને વ્યાજે લીધેલા રૂ.3 લાખ સામે રૂ.13 લાખ ચૂકવી દીધા હતા છતાં ફાઈનાન્સર વધુ પૈસાની માંગણી કરી ધમકી આપતા સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે સ્યુસાઈડ નોટ મળતા ડોકટરે રાખી મૂકી હતી અને બાદમાં પોલીસને સોંપતા ડિંડોલી પોલીસે બે ફાઇનાન્સર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના શિરોહીના ગોયલી ગામના વતની અને સુરતમાં પત્ની હેતલબેન, બે પુત્રો સૂર્યવીર ( ઉ.વ.9 ) અને પ્રતિપાલ ( ઉ.વ.7 ) સાથે ડિંડોલી દેલાડવા રોડ વિનાયક એન્કલેવ એફ/404 માં રહેતા સુમેરસિંહ મંગળસિંઘ દેવલ ઉધના નવજીવન મોટર્સ પાસે ભાડાની દુકાનમાં એમ્બ્રોઈડરી મટીરીયલ્સનો વેપાર કરે છે. ગત 16 મી ના રોજ પત્નીની તબિયત સારી ન હોય સુમેરસિંહ પત્ની અને બે બાળકોને સાળીના ઘરે સચીન મૂકી આવ્યો હતો. બે દિવસ બાદ સવારે હેતલબેનને જાણ થઈ હતી કે પતિએ દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. આથી તે હૉસ્પિટલ દોડી ગયા હતા. સુમેરસિંહે અઠવાડિયા અગાઉ જ હેતલબેનને જણાવ્યું હતું કે તેણે સોસાયટીમા રહેતા મનોજભાઇ સોનીના ઓળખીતા અર્જુનસિંઘ પાસેથી આશરે દોઢેક વર્ષ પહેલા ધંધા માટે રૂ.3 લાખ વ્યાજે લીધા હતા.

સુમેરસિંહે તેની સામે રૂ.12-13 લાખ ચૂકવી દીધા હતા છતાં અર્જુનસિંઘ વધુ રૂ.50 હજાર અને તેના વ્યાજની છેલ્લા છ મહીનાથી ઉઘરાણી કરતો હતો. રસ્તામાં મળતા માર મારી પૈસા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ તેણે આપી હતી. એટલું જ નહીં સુમેરસિંહની સોસાયટીમાં બી બિલ્ડીંગમાં રહેતો રાહુલ પણ ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આથી સુમેરસિંહે સ્યુસાઈડ નોટ લખીને પત્ની-બાળકોની ગેરહાજરીમાં વાંદા મારવાની દવા પી જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેણે લખેલી સ્યુસાઈડ નોટ ડોક્ટરને સારવાર દરમ્યાન તેણે પહેરેલા કપડાના ખિસ્સામાંથી મળતા પોતાની પાસે રાખી હતી અને સુમેરસિંહની પત્નીને નહીં આપી તપાસ માટે આવેલી પોલીસને આપી હતી. ડિંડોલી પોલીસે સ્યુસાઈડ નોટના આધારે ગતરોજ અર્જુનસિંઘ અને રાહુલ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

વ્યાજખોરોસે પરેશાન હોકર મર રહા હું, પાંચ ગુના વ્યાજ દેને કે બાદ ભી ફેમીલી કો ઉઠા લેને કી ધમકી દેતે હૈ

ડોકટરે પોલીસને સોંપેલી સુમેરસિંહની સ્યુસાઈડ નોટમાં તેણે ફાઈનાન્સર તેને કેવો ત્રાસ આપતા હતા તે સ્પષ્ટ લખ્યું છે. પોતાની સહી અને 18/09/2021 તારીખ લખેલી સ્યુસાઈડ નોટ આ મુજબ છે.

“મે સુમેરસિંહ વ્યાજખોરોસે પરેશાન હોકર મર રહા હું, લેણદાર બહુત જ્યાદા પરેશાન કર રહે હૈ, મુદલ સે પાંચ ગુણા જ્યાદા વ્યાજ દેને કે બાવજુદ મેરે સે વ્યાજ કે લિયે દબાવ ડાલ રહે હૈ, અતહ મે સુસાઇડ કરને કે અલાવા મેરે પાસ ઔર કોઇઓ રાસ્તા નહી બચા, અગર મે વ્યાજ નહી દેતા હુ તો મેરી ફેમેલી કો ઉઠા દેગે, એસી ધમકી દેતે હૈ, વો રાસ્તે મે આકર રોજ મેરે કો ધમકાતે હૈ, મે મરના નહી ચાહતા થા, પર મેરે પાસ કોઇ રાસ્તા નહી બચા.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s