નાનપુરાની વૃદ્ધાને અલ્ઝાઇમર્સનાં કારણે કોરોનાનો ખ્યાલ નહીં આવતા હાલત ગંભીર

– મહિલાને
અલ્ઝાઇમર્સ અને કોરોનાની સારવાર બાદ૧૮ દિવસે રજા મળી : અલ્ઝાઇમર્સ કોરોનાનું જોખમ
ત્રણ ગણુ કરી શકે  છે

સુરત :

 ૨૧મી સપ્ટેમ્બરને અલ્ઝાઇમર્સ દિવસ તરીકે
મનાવવામાં આવ્યો ત્યારે નાનપુરામાં વૃદ્ધ કોરોના સંક્રમણ થવાથી હોમ
કોરોન્ટાઈન  થયા હતા. જ્યારે તેમની પત્ની
અલ્ઝાઇમર્સ બીમારીથી પીડાતા હોવાથી તેમને કોરોનાના લક્ષણો અંગે ખ્યાલ આવ્યો ન હતો.
જેના લીધે વૃદ્ધાની હાલત ગંભીર થઈ જતા આઈ.સી.યુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં
તેને કોરોનાની સાથે અલ્ઝાઇમર્સની દવા આપી સાજા કરાયા હતા.

 નાનપુરા વિસ્તારમાં રહેતા 69 વર્ષીય વૃધ્ધ મે
માસમાં કોરોના સંક્રમિત થયા હતા. તેથી તેમને ઘરમાં એક રૃમમાં કોરોન્ટાઇન કર્યા
હતા. આવા સમયે અલ્ઝાઇમર્સની બિમારીથી પીડાતા તેમના વૃધ્ધ પત્નીમાં પણ કોરોના
લક્ષણો દેખાયા હતા. પણ તે અંગે તેમની પત્નીને જરા પણ ખ્યાલ આવ્યો ન હતો. આખરે તે
ચક્કર આવીને પડી જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ડોકટરે
તેમનો કોરોનો ટેસ્ટ કરતા પોઝિટીવ આવ્યો હતો. તેમનું ઓકસીજન લેવલ પણ80 થઇ જતા તરત
આઇ.સી.યુમાં દાખલ કર્યા હતા. જોકે તેમના પતિ કોરોના સાજા થઇ ગયા પણ પત્નીની તબિયત
વધુ બગડી જતા ચિંતાતુર થઇ ગયા હતા. 
અલ્ઝાઇમર્સની બિમારી હોવાથી વારંવાર ઓકસીજન માસ્ક કાઢી નાખે

ઉભા થઇને ચાલવા માંડે, સારવાર કરવામાં
સહકાર ન આપે
, જેથી ડોકટરોને તેમની સારવાર કરવા માટે ભારે
જહેમત ઉઠાવવી પડી હતી.  તેમની દેખરેખ માટે
24 કલાક માટે એક કર્મચારીને ફાળવામાં આવ્યો હતો. 
તેમના પતિને પીપીઇ કિટ પહેરાવી તેમની પાસે રાખ્યા  હતા. અને તેમણે સમજાવીને સારવાર કરાવી હતી.
બાદમાં તેમને કોરોના સારવાર સાથે માનસિક રોગ વિભાગના ડોકટરો દ્વારા અલ્ઝાઇમર્સની
બિમારીની પણ દવા શરૃ કરી હતી. આખરે 18 દિવસ બાદ તેમની તબિયતમાં સુધારો આવતા રજા
આપવામાં આવી  હતી. એવુ સ્મીમેરના માનસિક
રોગ વિભાગના વડા ડો.પરાગભાઇ શાહે 
કહ્યુ  હતુ.

 અલ્ઝાઇમર્સના
દદીઓર્ને
કોરોના કાળમાં શુ મુશ્કેલી પડી શકે ?

આ બિમારીના પીડાતા વ્યકિત ભુલી જતા હોય છે.જેથી તેમને સોસીયલ ડિસ્ટન જાળવવુ, માસ્ક, હાથ ધોવા, વગેરે યાદ રહેતુ નથી અને કોરોના લક્ષણો અંગે પણ ખ્યાલ આવતો નથી. તેથી તેમની તકલીફ ગંભીર થઇ શકે છે. જેથી આ દર્દી સાથે સહકાર મેળવવો ડોકટરને મુશ્કેલ પડે છે. ઘરમાં પરિવારના સભ્યોને કોવિડ થયો હોય તો આ બિમારીના દર્દી પોતાની જાતે સાચવી શકે નહી.આ તકલીફ ધરાવતા દર્દીઓને સારવાર માટે તરત હોસ્પિટલ કે ડોકટર પાસે લઇ જવા જોઇએ.

– અલ્ઝાઇમર્સ દર્દીએ કોરોના વેક્સિન લેવી જોઇએ

– કોરોના કાળમાં શુ મુશ્કેલી પડી શકે ?

આ બિમારીના પીડાતા વ્યકિત ભુલી જતા હોય છે.જેથી તેમને સોસીયલ ડિસ્ટન જાળવવુમાસ્કહાથ ધોવા,  વગેરે યાદ રહેતુ નથી અને કોરોના લક્ષણો અંગે પણ ખ્યાલ આવતો નથી. તેથી તેમની તકલીફ ગંભીર થઇ શકે છે. જેથી આ દર્દી સાથે સહકાર મેળવવો ડોકટરને મુશ્કેલ પડે છે. ઘરમાં પરિવારના સભ્યોને કોવિડ થયો હોય તો આ બિમારીના દર્દી પોતાની જાતે સાચવી શકે નહી.આ તકલીફ ધરાવતા દર્દીઓને સારવાર માટે તરત હોસ્પિટલ કે ડોકટર પાસે લઇ જવા જોઇએ.

અલ્ઝાઇમર્સ
દર્દીએ કોરોના વેક્સિન લેવી જોઇએ

કોરોનામાં
વૃધ્ધો જલ્દી ઝપેટમાં આવે છે. જોકે અલ્ઝાઇમસ બિમારીથી પીડાતા દર્દીઓને કોરોના થાય
તો તેમની હાલત ગંભીર થાય અને મૃત્યુ પણ થઇ શેકે છે. જેથી કોરોનાની ગંભીરતાથી બચવા
માટે કોરોનાની વેકસીન લેવી જોઇએ.  આ
બિમારીના દર્દીઓએ નિયમિત કસરતો
,યોગા – પ્રાણાયમ, મેડીટેશન અને પૂરતી ઉંઘ લેવા સાથે
સંતુલિત યોગ્ય આહાર લેવો જોઇએ અને મેમરી ગેઈમ
, જેવી મગજની
કસરતી ન્યુરોબિકસ રમતની ટેવ પાડવી જોઇએ તેમજ 
પોઝિટિવ વિચાર સાથે નિરાંતે સૂઈ જવાથી અલ્ઝાઇમર્સની તકલીફ ઘટી શકે છે.
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s