GUJSITOK એક્ટ ભંગના ગુનામાં અશરફ નાગોરીને તા.5 ઓક્ટોબર સુધી રિમાન્ડસુરત


સુરતથી ફરાર થયા બદા અમદાવાદ, ધોરાજી, વડોદરામાં રોકાયો હતોઃ નાગોરી ગેંગના સાગરીતો વિરુધ્ધ 10 વર્ષમાં 12 જેટલા ગુના નાંધાયા છે

લાલગેટ
પોલીસમાં ગુજસીટોક એક્ટના ભંગના ગુનામાં ફરાર આરોપી અશરફ નાગોરીનો  અમદાવાદ એટીએસ પાસેથી કબજો મેળવી ગુજસીટોક
એક્ટના ભંગના કેસોની ખાસ અદાલત તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે.વ્યાસની
કોર્ટમાં 20 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં આરોપીને 5 મી ઓક્ટોબર
સુધી રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હોવાની વિગતો સાંપડી છે.

સુરતના લાલગેટ
પોલીસ મથકના હદમાં રામપુરા પસ્તાગીયા શેરીમાં રહેતા આરોપી મોહમદ અશરફ મોહમદ ઈસ્માઈલ
નાગોરી
,મોહમદ
ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અન્સારી
,મોહમદ આરીફ ઇસ્માઇલ નાગોરી,વસીમ મુસ્તુફા કુરેશી, અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ
મોહ્યુદ્દીન શેખ વગેરે વિરુધ્ધ ગુજસીટોક એક્ટના ભંગનો ગુનો તા.11-1-21ના રોજ લાલગેટ
પોલીસમાં નોંધાયો હતો. આરીફ નાગોરી
, અબ્દુલ અન્સારી, વસીમ કુરેશીની તા.12 જાન્યુઆરીએ ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરાયું હતું. અને ફરાર
આરોપીઓ અશરફ નાગોરી તથા મોહમદ ફિરોઝ ઉર્ફે ગઝનીને ફરાર જાહેર કરાયા હતા. મુખ્ય સુત્રધાર
મોહમદ અશરફ મોહમદ ઈસ્માઈલ નાગોરી વિરુધ્ધ  વર્ષ-2002માં
કોમી તોફાનો બાદ સુરતમાં ભાજપ
,વીએચપી અને આરએસએસ સાથે જોડાયેલા
તત્કાલીન એડવોકેટ પર ફાયરીંગમાં મુખ્ય આરોપી તરીકે નામ સામે આવતા  પોટા હેઠળના કેસમાં તેની ધરપકડ થઈ હતી.

દરમિયાન
અમદાવાદ એટીએસએ અશરફ નાગારીને તા.19  સપ્ટેમ્બરે ઝડપી લીધો હતો. લાલગેટ પોલીસે તેનો
કોવિડ ટેસ્ટ કરાવી આજે કોર્ટમાં રજૂ કરી 20 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.  સુનાવણીમાં ગુજસીટોકના ગુનાના કેસ માટે ખાસ
નિયુક્ત મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ રિમાન્ડ માટે 23 જેટલા ગ્રાઉન્ડ
રજૂ કર્યા હતા. જેમાં મુખ્યત્વે નાગોરી ગેંગના સુત્રધાર તરીકે હાલના આરોપી વિરુધ્ધ
ચોકબજાર
, કતારગામ,
સલાબતપુરા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ, મિલકત
પડાવી લેવા
, રાયોટીંગ, મહાવ્યથા,
જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા એકથી વધુ ગુના નોંધાયા છે. આરોપી
અશરફ નાગોરી વિરુધ્ધ લાલગેટ
, ઉધના, ચોકબજાર,
પોલીસમાં શરીર તથા માલ મિલકત સંબંધી 6 ગુના નોધાયા છે. નાગોરી
ગેંગના સાગરિતો વિરુધ્ધ છેલ્લાં 10 વર્ષમાં 12 જેટલા ગુના નોંધાયા છે. તમામને સાથે
રાખી પુછપરછ કરવાની છે.

આરોપી
સુરતથી નાસી ગયા બાદ અમદાવાદ
,
ધોરાજી રાજકોટ, વડોદરા સહિત અલગ અલગ રાજ્યોમાં
ચાર મહીના સુધી આશરો મેળવ્યો છે. તેમાં મદદ કરનારની વિગતો મેળવવાની છે. આરોપી તથા
તેના પરિવારના સભ્યોના નામે મિલકતોની વિગતો મેળવવાની છે. આરોપીએ 2019-20માં પોતાનો
બાંધકામનો ધંધો બતાવી વાર્ષિક ટર્ન ઓવર 17.77 લાખ બતાવી નફો 3.50 લાખ બતાવ્યો છે
અને 3630 ઈન્કમ ટેક્સ ભર્યો છે. જેથી મિલકતો
,બેંક ખાતા સહિત
આંતર રાજ્ય અને વિદેશના સંપર્કો તપાસવાના છે.

<

p class=”MsoNormal”> 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s