વિસર્જન બાદ રઝળતી મળતી પ્રતિમાઓમાં ૫૦ ટકાનો ઘટાડો

-ગત વર્ષે 22૦૦ જેટલી જ્યારે આ વર્ષે જાગૃતિના કારણે 1000 આસપાસ પ્રતિમાઓ મળી

સુરત, સોમવાર

ધીરે ધીરે આવે એને જ પરિવર્તન
કહેવાય. ગણેશ ઉત્સવ દરમિયાન અગાઉના વર્ષોમાં પાંચ હજારથી વધુની સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ
રઝળતી હાલતમાં મળી આવતી હતી. ધીરે ધીરે તેમાં ક્રમશઃ ઘટાડો થતા ગત વર્ષે ૨૨૦૦ જેટલી
પ્રતિમાઓ મળી હતી જ્યારે આ વર્ષે આંક ૧૦૦૦ સુધી પહોંચી ગયો છે. ગત વર્ષ કરતા ૫૦ ટકાનો
ઘટાડો લોકોમાં જાગૃતિના સંકેત બતાવે છે.

<

p class=”12News”>સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ
દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણપતિ વિસર્જન બાદ નહેર, ખાડી, રસ્તાઓ પરથી રઝળતી પ્રતિમાઓ
કાઢવાની સેવાકિય પ્રવૃતિ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ આ કામગીરી કરવામાં
આવી હતી. સમિતિનાં અધ્યક્ષ આશિષ સુર્યવંશીએ જણાવ્યુ કે સુરતનાં ડીંડોલી, ચલથાણ જેવા
અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસજત રઝળતી ગણેશજીની ૧૦૦૦ થી વધુ પ્રતિમાઓને
બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવ્યુ હતું. આ કાર્યમાં ઉધના પાંડેસરના
સાંસ્કૃતિક રક્ષા સમિતિના ૧૦૦ થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.  ૧૦ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની
પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરનારા વિસર્જન કરતા પહેલા કેમ વિચારતા નહી હોય? જો
કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દર વર્ષે આ રીતે રઝળતીમૂર્તિ મળવાના આંકડામાં ઘટાડો થઇ
રહ્યો છે એ સારી બાબત છે. આ આંકડો શૂન્ય પર પહોંચે ત્યારે જ સાચા અર્થમાં ગણેશ ભક્તિ
ગણાશે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s