રો-મટીરીયલના ભાવ વધતા સચિનના પ્રોસેસર્સે જોબચાર્જમાં 50 પૈસા સુધી વધારો કર્યો

         સુરત,      

ટેક્સટાઈલ
ઉદ્યોગમાં કામકાજમાં ખુબ જ વધારો થયો છે
, ત્યારે બીજી બાજુ કોલસા-કલર કેમિકલ સહિતના
રો-મટીરીયલ ભાવમાં પણ સાથોસાથ વધારો આવતાં
, પ્રોસેસિંગ
ઇન્ડસ્ટ્રીઝ ભીંસમાં મુકાઇ છે. પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને જોબચાર્જમાં
10 ટકાનો વધારો કરવાની સુચના એસો. તરફથી આપવામાં આવી હતી. જેને પગલે સચિન
વિસ્તારના પ્રોસેસર્સે મિટરે
25થી લઈને 50 પૈસાનો વધારો કર્યો છે.

ગત જૂન
મહિનાથી મોટાભાગના ડાઇગ પ્રોસેસિંગ એકમો બંધ હોવા છતાં પણ કોલસાના ભાવમાં વધારો
થયો હતો. છેલ્લા બે મહિનામાં ટન દીઠ રુ.
2650નો વધારો થઈ ગયો છે. અને હજુ પણ ભાવ સતત વધી રહ્યાં છે. કલર કેમિકલના
ભાવમાં સરેરાશ
30થી 50 ટકા સુધીનો
વધારો થયો છે એમ સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સે એસો.ના પ્રમુખ જીતેન્દ્ર
વખારિયાએ કહ્યું હતું. જેથી પડતર વધી છે અને આજની તારીખે  પ્રોસેસિંગ એકમો રુ.
10થી
20 લાખની નુકસાની કરી રહ્યાં છે. અત્યારે ઉદ્યોગ ભયંકર
ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો અનુભવ કરી રહ્યું છે.
6 મહિનામાં
કોલસાના ભાવ ડબલ થતા દર મહિને રૃા.
40-50 લાખનું કોલસા
ખરીદીનં બીલ થતું તે રૃા.
1.25 કરોડ થાય તો તટેલા પૈસા લાવવા
ક્યાંથી
?

રો
મટીરીયલના ભાવમાં ૪૦થી ૫૦ ટકાનો વધારો થયાં પછી ઉધ્યોગકારોનું રોકાણ બમણું થયું
છે. પરંતુ તેની સામે કામકાજ બમણું નથી. પૈસા લાવવા ક્યાંથી એ એક મોટો પ્રશ્ન છે
અને જોબ ચાર્જમાં ભાવ વધારો તેનું નિરાકરણ પણ નથી. મિટરે રુ એકનો વધારો કરવામાં
આવે તો પણ પરવડી શકે એમ નથી. સોડિયમ હાઈડ્રો સલ્ફેટના ભાવમાં સતત વધારો
ઉદ્યોગકારોની મુસીબતો વધારી રહ્યો છે. આજે રુ
160 કિલોના ભાવે પણ માલ મળવા તૈયાર નથી.
સપ્લાયરોએ ફોન બંધ કરી દીધાં છે. આ સ્થિતિમાં ઇન્ડસ્ટ્રીઝ ટકી શકે તેમ જ નથી. સચિન
વિસ્તારના
60 જેટલા ટાઇગ પ્રોસેસિંગ એકમોએ  મિટરે ડાઈગમાં 25 પૈસા
અને પ્રિન્ટમાં
50 પૈસાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે,
એમ પ્રોસેસર વિનોદ અગ્રવાલ કહ્યું હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s