ગૌવંશ હત્યાના આરોપી, જુગાર ક્લબવાળા સાથે ધારાસભ્ય-શાસક પક્ષ નેતાનો ફોટા


સંગીતા
પાટીલે ગૌવંશ હત્યાના આરોપી સલીમ કુરેશી પાસે સન્માન સ્વીકાર્યું ઃ શાસકપક્ષ નેતાનો
જુગારકલબ ચલાવતા ઇમામ કુરેશી સાથે ફોટો

        સુરત,

ભાજપ ગૌ રક્ષાની વાત કરે છે ત્યારે
લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના સોશિયલ મીડિયામાં મુકાયેલા ફોટોમાં તેમનું સન્માન
કરી રહેલી વ્યક્તિ ગૌવંશના હત્યાનો આરોપી અને જુગારની ક્લબ ચલાવતો હોવાનો કોંગ્રેસના
પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે.

ભાજપ દ્વારા કોર્પોરેટરોથી માંડીને
ધારાસભ્યો અને મંત્રીઓને સોશ્યલ મિડિયા પર એક્ટીવ થવાનો આદેશ અપાયો છે. જેને પગલે નેતાઓના
સોશિયલ મીડિયા એકાઉન્ટસ ધમધમતા થયા છે. જેમાં ગણેશ વિસર્જન દરમિયાન લિંબાતના ધારાસભ્ય
સંગીતા પાટીલ દ્વારા સોશ્યલ મિડિયામાં મુકાયેલી પોસ્ટ-ફોટો સામે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર
અસલ સાયકલવાલાએ આક્ષેપ કર્યો છે. સંગીતા પાટીલની પોસ્ટના ફોટો મુકી તેમણે લખ્યું છે
કે, ધારાસભ્ય સાથે જ વ્યક્તિ છે તે થોડા દિવસ પહેલાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા
ગુના રજીસ્ટડરમાં ગૌ વંશના હત્યાના  આરોપી સલીમ
કુરેશી ( રહે. રઝા નગર, વાડીવાલા દરગાહ પાછળ, ભાઠેના) છે.

જ્યારે  સુરત મ્યુનિ.ના શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુત
સાથે જેનો ફોટો છે તે ઈમામ કુરેશી છે. આ બન્ને ગૌ વંશના હત્યામાં વોન્ટેડ હતા ત્યારે
ઉધના પોલીસના હાથે ભાઠેના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં જુગારની કલબ ચલાવતા રંગેહાથ ઝડપાયા
હતા. ભાજપના નેતાઓના આવા આરોપી સાથેના ફોટાથી ભાજપને  શરમ આવવી જોઇએ. અગાઉ ભાજપના ધારાસભ્યો-નેતાઓના ફોટા
અસમાજિક તત્વો અને બુટલેગરો સાથે આવતાં હતા પરંતુ સમય સાથે તાલમેલ બદલાયું છે. સુરતના
કહેવાતા હિન્દુવાદી નેતાઓએ ગૌવંશના હત્યારા પાસે જાહેરમાં ફુલ ગુલદસ્તા સ્વીકારી રહ્યાં
છે.

સન્માન કરવા આવતા લોક કોણ હોય છે ?
તે અમે જાણતા નથી હોતાઃ શાસક પક્ષ નેતા

<

p class=”12News” style=”text-align:justify;”>આ અંગે મ્યુનિ.ના શાસક પક્ષના
નેતા અમિત રાજપુતે કહ્યુ ંહતુ ંકે, અમે જ્યારે રાઉન્ડ પર હતા ત્યારે કેટલાક લોકોએ આવીને
અમારૃ સન્માન કર્યું હતુ અને અમે એ લોકોને ઓળખતા નથી. લોકો સન્માન કરવા આવતાં હોય ત્યારે
કોણ છે ? તે અમે જાણતા હોતા નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s