‘અમારી હદમાં નથી’ કહી સ્મીમેરમાં ડોકટરે મૃતદેહનું પોસ્ટમાર્ટમ કર્યું નહી

બીલીમોરાના મૃતક યુવાનના પરિવારજનોએ મૃતદેહ સાંજે નવી
સિવિલમાં લઇ જવો પડયો જ્યાં બીજા દિવસે સવારે પોસ્ટમોર્ટમ થયું

        સુરત :

સુરત
મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનાં અમુક ડોક્ટરની માનવતા મરી પરવારી હોય એવું
લાગે છે.  કતારગામની હોસ્પિટલમાં બીલીમોરાના
યુવાનનુ   સારવાર દરમિયાન મોત થતા મૃતદેહને
સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ત્યાંના ડોક્ટરે જીલ્લાના પોલીસ મથક અમારી હદમાં
ન આવે એવુ કહીને  મૃતદેહને સ્વીકાર્યો ન હતો.
બાદમાં નવી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાયુ હતુ.

નવી
સિવિલથી મળેલી વિગત મુજબ નવસારીના બીલીમોરાના દેવસર ખાતે રહેતા
40 વર્ષીય જોગીન્દરસીંગ
બાનાસીંગ લબાના
11 દિવસ પહેલા બીલીમોરાના પેટ્રોલ પંપ પાસે
રોડ ક્રોસ કરતા હતા. તેસમયે  બાઇકની
અડફટે  આવતા સારવાર માટે નવસારીની
હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે કતારગામની ખાનગી હોસ્પિટલમાં
દાખલ કર્યો હતા. ત્યાં ગત રોજ  તેમનું મોત
થયુ હતુ. ત્યાંથી તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બાદમાં સાંજે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં લવાયો હતો. ત્યાં તેમના
સંબંધીએ કહ્યુ કે  સ્મીમેરના ડોકટરે અમારી
હદમાં જીલ્લાના પોલીસ મથક આવતા નથી. એટલે તેમનું પોસ્ટમોર્ટમ અહીં નહી થાય એવુ
કહેતા  સિવિલમાં લાવ્યા હતા. જો  ગઇ કાલે સ્મીમેરના ડોકટર માનવતા ખાતર
પોસ્ટમોર્ટમ કરી નાંખત તો તેમના પરિવારજનો 
અને સંબંધી તથા સમાજના લોકોએ  તેમની
અંતિમ સંસ્કાર માટે વધુ સમય રાહ જોવી પડત નહી.

<

p class=”12News0″>દરમિયાન
આજે સવારે નવી સિવિલ ખાતે તેમનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમનો મૃતદેહને અંતિમ
ક્રિયા માટે પરિવારજનો લઇ ગયા હોવાનું સુત્રોએ કહ્યુ હતુ. સ્મીમેર હોસ્પિટલના
ફોરેન્સીક વિભાગના વડો. ડો. ઇલ્યાસભાઇ 
શેખે કહ્યુ કે બીલીમોરા પીલીસજવાન પોસ્ટમોર્ટમ  માટે આવ્યા હતા જોકે જીલ્લાના પોલીસ મથકો અમારી
હદમાં આવતા નથી. આ મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવવા કતારગામ પોલીસ આવત તો અમે
પોસ્ટમોર્ટમ કર્યુ હોત. શહેરમાંથી 
પોલીસજવાનો કોઇ પણ વ્યકિતના પોસ્ટમોર્ટમ કરવાવવા આવે છે  તો અમે કરીએ છીએ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s