હજીરાની સ્ટીલ કંપનીની પર્યાવરણીય લોક સુનાવણી પહેલા જ વિરોધનો સૂર

– આ
સુનાવણીથી નથી તો રોજગારી વધવાની કે નથી પ્રોડકશન વધવાનું
, ઉલ્ટાનું કોલસાના
ઉપયોગથી પ્રદૂષણ વધશે
: ખેડૂત સમાજ

     સુરત

હજીરાની
સ્ટીલ કંપનીમાં મંગળવારે થનારી પર્યાવરણીય સુનાવણીને લઇને સ્થાનિક ગ્રામજનો
, ખેડૂત સમાજ અને
પર્યાવરણ વિદોમાં ભારે રોષ જોવા મળ્યો છે કે આ સુનાવણીથી નથી તો રોજગારી વધવાની કે
નથી પ્રોડકશન વધવાનું પણ ઉલ્ટાનું પ્રદૂષણ વધશે એવા આક્ષેપો થઇ રહ્યા છે.

હજીરાની
એસ્સાર સ્ટીલ કંપની ટેક ઓવર કર્યા બાદ હવે આર્સેલર મિત્તલ અને નિપ્રોન સ્ટીલ
ઇન્ડિયા (એએમએનએસ)ના નામથી ઓળખાય છે. આ કંપની દ્વારા આગામી મંગળવારે કંપનીમાં
ફેરફાર કરવા માટે પર્યાવરણીય લોક સુનાવણી રખાઇ છે. આ સુનાવણીને લઇને સ્થાનિકો અને
ખેડૂત સમાજના જયેશ પટેલ સહિતના આગેવાનો જણાવી રહ્યા છે કે
, પહેલી વાત એ કે,
કંપનીની પ્રિમાઇસીસમાં સુનાવણી રાખી જ શકાય નહીં. કંપનીની બહાર લોકો
આવી શકે તેવી જગ્યાએ જ સુનાવણી હોવી જોઇએ. આ ઉપરાંત જયારે પર્યાવરણની મંજુરી મળી
ત્યારે ઝીરો ડિસ્ચાર્જ એટલે કે જરા પણ પ્રદૂષણ વગર પાણી છોડવાની શરતે મંજુરી આપી
છે. પરંતુ આજે આ કંપની દરરોજનું
17 એમએલડી (મિલીયન ઓફ લિટર
પર ડે) એટલે કે
170 લાખ લિટર પાણી દરિયામાં છોડે છે. જેની
સામે ભારત સરકારે પણ વાંધો લીધો છે. અને ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા વારંવાર
નોટિસ આપવામાં આવી છે.

<

p class=”12News”>
ઉપરાંત જમીનનો વિવાદ તો યથાવત જ છે. પર્યાવરણવાદીના જણાવ્યા મુજબ પ્રદૂષણના કારણે
અત્યાર સુધીમાં હજીરા અને આજુબાજુ ગામના
50 લોકોના કેન્સરમાં મૃત્યુ થયા છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે,
આ સુનાવણીથી નથી તો રોજગારી વધવાની કે નથી તો પ્રોડકશન વધવાનું
ઉલ્ટાનું કોલસાના વધુ વપરાશથી પ્રદૂષણ વધશે. આ વિરોધના કારણે સુનાવણીના દિવસે ભારે
વિરોધ થાય તેવા ચક્રો ગતિમાન થયા છે. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s