સોસાયટી અને ગણેશજીના મંડપમાં જ શ્રીજી વિસર્જન કરવાના ટ્રેન્ડમાં વધારો


બાપાની વિદાય સાથે કોરોનાની વિદાય
થાય તેવી પ્રાર્થના ઃ કોરોના સંક્રમણ રોકવા અનેક લોકોએ સોસાયટીમાં જ વિસર્જન યાત્રા
કાઢી

સુરત,

સુરત અને વિશ્વમાંથી કોરોનાની
વિદાય થાય તેવી પ્રાર્થના સાથે આજે સુરતીઓએ ગણપતિબાપાને વિદાય આપી હતી.  સંખ્યાબંધ ગણેશ આયોજકોએ તંત્રને સાથ આપીને ઘર આંગણે
જ શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવાનું મન બનાવી લીધું હતું. આ વર્ષે દસ હજાર જેટલા લોકોએ
ઘરે કે સોસાયટીના મંડપમાં જ શ્રીજીની પ્રતિમાનુ વિસર્જન કર્યું હતું.

થોડા વર્ષો પહેલાં એન.જી.ટી. દ્વારા
આપવામમાં આવેલા આદેશના કારણે તાપી નદી, નહેર કે તળાવમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં
આવ્યો છે. જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા બનવાવામાં આવેલા કૃત્રિમ તળાવ કે દરિયામાં
વિસર્જન થાય છે. જોકે, કોરોનાના કારણે વિશ્વ આખું સ્તબ્ધ થયું હતું અને ગત વર્ષે ગણેશ
ઉત્સવની ઉજવણી પણ થઈ શકી ન હતી. આ વર્ષે માંડ કેસમાં ઘટાડો થતાં તંત્રએ ઉત્સવની ઉજવણી
માટે મંજુરી આપી છે છતાં અનેક ગણેશ ભક્તોએ સંક્રમણ ન થાય તે માટેના તંત્રના પ્રયાસમાં
સમર્થન આપીને ઘર આંગણે જ વિસર્જન કરવા માટેનો નિર્ણય કર્યો હતો. સુરતની હજારો રહેણાંક
સોસાયટીઓમાં ગણેશોત્સવની સાર્વજનિક સ્થાપના થઈ હતી અને અનેક લોકોએ ઘરે જ શ્રીજીની સ્થાપના
કરી હતી. જેમાંથી દસેક હજાર લોકોએ ઘર આંગણે જ ગણેશ વિસર્જન કર્યું હતું. સોસાયટીમાં
વહેલી સવારે શ્રીજીની પુજા કર્યા બાદ પોતાના કેમ્પસમાં જ શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં
આવી હતી. સોસાયટીના કોમન પ્લોટમાં મોટા વાસણો, ટબ મુકીને તેમાં ફુલ મુકીને શ્રીજીની
પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

<

p class=”12News” style=”text-align:justify;”>સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે
હાલ માંડ કોરોના શાંત થયો છે તેમાં ભીડ વધુ ભેગી થાય તો સંક્રમણ વધી શકે તેવી ભીતિ
છે. તેથી અમે લોકોએ ઘર આંગણે જ વિસર્જનનો નિર્ણય કર્યો હતો અને સોસાયટીના રહીશોએ તેમાં
સંમતિ આપી છે. ઘર આંગણે ગણેશ વિસર્જન કરવા સાથે લોકોએ કોરોના કાયમી ધોરણે વિદાય થાય
તેવી પ્રાર્થના પણ શ્રીજીને કરી હતી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s