સુરત : નહેરમાં શ્રીજીની પ્રતિમા રઝળતી મળી : 1 હજાર મૂર્તિ દરિયામાં પુનઃવિસર્જિત કરાઈ

સુરત,તા.20 સપ્ટેમ્બર 2021,સોમવાર

શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ નહેર સહિતની અવાવરૂ જગ્યાએ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરતા લોકલાગણી દુભાઈ છે. જો કે શહેરની એક સમિતિ દ્વારા 1000 થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં તેમનું પુનઃવિસર્જન કરવામાં આવ્યું છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે કુત્રિમ તળાવો પણ બનાવાયા હતા. પરંતુ કેટલીક મૂર્તિઓનું વિસર્જન નહેરમાં અને અનેક અવાવરૂ જગ્યાઓએ કરવામાં આવ્યું હતું. જેથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ડીંડોલી, ચલથાણ જેવા અનેક વિસ્તારોની નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની અને માટીની બનેલી ગણેશજીની પ્રતિમાઓને બહાર કાઢી દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. ઉધના, પાંડેસરના 100થી વધુ સ્વયંસેવકોએ આ કાર્ય કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ દશામાની મૂર્તિઓ પણ આવી જ રીતે નહેરોમાં રઝળતી હાલતમાં જોવા મળી હતી. જેમને ફરીથી દરિયામાં વિસર્જિત કરાઇ હતી. પીઓપીની મૂર્તિની તેમજ નહેરોમાં વિસર્જન કરવાની મનાઈ હોવા છતાં લોકો દ્વારા કરાયેલી અવમાનનાને કારણે અનેક ગણેશભક્તોની લાગણી દુભાય છે.

સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષે કહ્યું કે , 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા દેવી-દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ છે. અમારી સંસ્થા છેલ્લા 5 વર્ષથી આ કાર્ય કરે છે. એ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દર વર્ષે આ પરિસ્થિતિ જોવા મળે છે. વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનોના સભ્યો પણ સહભાગી થયા હતા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s